Karan Johar લગ્ન કર્યા વિના કઈ રીતે બન્યા જુડવા બાળકોના પિતા? જાણો કેમ આ અભિનેતાઓ કહેવાય છે Single Fathers
સિંગલ ફાધરની વાત શરૂઆતમાં લોકોને અસમંજસમાં મુક્યા હતા કે હંમેશા વ્યસ્ત રહેતા અભિનેતા બાળકોની પરવરીસ કેવી રીતે કરી શકશે.એક વ્યક્તિ કેવી રીતે માતા અને પિતાની જવાબદારી ઉપાડી શકશે.પરંતુ કેટલાક અભિનેતાઓએ દુનિયાને દેખાડી દિધું કે કેવી રીતે સિંગલ ફાધર બની બાળકોની સારી રીતે પરવરીસ કરી શકાય.અને તેમણે સાબીત કર્યું કે બાળકો માટે લગ્ન કરવા જરૂરી નથી.બાળકોને માતા અને પિતાનો પ્રેમ આપી દુનિયા માટે એક મિશાલ કાયમ કરી છે.ત્યારે ફાધર ડે પર આવા જ કેટલા સિંગલ ફાધર વિશે જાણવું જરૂરી છે.
બોલીવુડ હંક ઋતિક રોશન(Hrithik Roshan)ના બે ક્યુટ બાળકો છે.જેમના ઋહાન અને ઋદાન નામ છે.કેટલાક વર્ષો પહેલા ઋતિકના પત્ની સુજૈન સાથે તલાક થઈ ગયા હતા.પરંતુ બાળકોની કસ્ટડી ઋતિક પાસે છે.જેથી ઋતિક બાળકોને માતા અને પિતાનો પ્રેમ આપી રહ્યો છે.
સરોગેસીથી જુડવા બાળકોના પિતા બનનાર કરણ જૌહરને ભગવાને ડબલ આશીર્વાદ આપ્યા છે.ત્રણ જણાની કંપનીનો કરણ જોહર ખુબ આનંદથી મજા માણે છે.પોતાના બંને બાળકો સાથે ખુબ મસ્તી કરી તેમને માતા અને પિતા બંન્નેનો કરણ જૌહર પ્રેમ આપે છે. કરણ જૌહરે બાળકોના નામ પણ પોતાના માતા-પિતા પર રુહી અને યશ રાખ્યા છે.
બોલીવુડના ડાન્સિંગ જૈક કહેવાતા જિતેન્દ્રનો પુત્ર તુષાર કપૂર લગ્ન કર્યા વગર પિતા બન્યો છે.તુષાર કપૂરે સિંગલ ફાધર બનવાનું નક્કી કર્યું ત્યારે બોલીવુડમાં માટે આ નવી વાત હતી.પંરતુ દુનિયાની વાતોને ધ્યાનમાં લીધા વગર તુષાર કપૂર સિંગલ ફાધર બન્યો.અને બાળકોને માતા-પિતાનો પ્રેમ આપ્યો.તુષાર કપૂરે નવો રાહ ચિંધિ દુનિયાને દેખાડી દિધું કે સંબંધોની જાળવણી કેવી રીતે થાય છે.
બોલીવુડ અભિનેતા રાહુલ બોસને વધુ પડતા લોકોની મદદના કામો માટે ઓળખવામાં આવે છે.રાહુલ બોસ હંમેશા પોતાના કામથી સમાજને સકારાત્મક સંદેશ આપે છે.અનાથ બાળકોની સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં રાહુલ બોસની અચૂક હાજરી જોવા મળતી હોય છે.તેમણે એક બે નહીં પણ 6 બાળકોને દત્તક લીધા છે.જેઓ અંદમાન અને નિકોબારના છે.6 બાળકોને દત્તક લેવાથી સમજી શકાય છે રાહુલ બોસને બાળકો કેટલા પ્રિય છે.
અભિનેતા રાહુલ દેવ તેના બાળકોને 10 વર્ષની ઉંમરથી માતા અને પિતાનું પ્રેમ આપી સારસંભાળ રાખી રહ્યા છે.સિદ્ધાંત હવે 22 વર્ષનો થઈ ગયો છે.વર્ષ 2009માં પત્ની રીનાનું કેન્સરથી મૃત્યુ થયા બાદ રાહુલ દેવ બીજા લગ્ન કરવાનું વિચાર્યું નહીં.અને બાળકની પરવરીસ પર ધ્યાન આપ્યું.પિતા-પુત્ર વચ્ચેના સંબંધ એટલા ગાઢ થઈ ગયા છે કે તેઓ એકબીજાના મિત્રો હોય તેવું લાગી રહ્યું છે.