ટીવી પર આ 6 અભિનેત્રીઓએ ભજવી દ્રૌપદીની ભૂમિકા, જાણો કોણ રહી `હિટ` તો કોણ `ફ્લોપ`

Tue, 19 May 2020-4:35 pm,

વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત મહાભારત સીરિયલમાં અભિનેત્રી પૂજા શર્મા દ્રૌપદી બની હતી. તેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા થઈ અને સીરિયલને પણ દર્શકોએ પસંદ કરી હતી. ફોટો સાભારઃ તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. 

વર્ષ 1988માં મહાભારત પ્રથમવાર દેખાડવામાં આવ્યું હતું. પ્રથમવાર સીરિયલમાં દ્રૌપદીની ભૂમિકા રૂપા ગાંગુલીએ નિભાવી હતી. 

સીરિયલ 'શ્રીકૃષ્ણા' 1993માં પ્રસારિત થઈ હતી. તેમાં અભિનેત્રી ફાલ્ગુની પારિખે દ્રૌપદીનો રોલ કર્યો હતો. ફાલ્ગુનીને પણ દર્શકોએ પસંદ કરી હતી. 

વર્ષ 2008માં એકતા કપૂરની સીરિયલ 'કહાનીયાં હમારે મહાભારત કી'માં અનીતા હસનંદાની દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળી હતી. તેમાં દ્રૌપદીનું મોડર્ન લુક જોવા મળ્યો હતો.

વર્ષ 1997માં સીરિયલ 'એક ઔર મહાભારત'નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમાં અશ્વિની કાલસેકરે દ્રૌપદીની ભૂમિકા ભજવી. આ શો દર્શકોને વધુ પસંદ ન આવ્યો. 

2001માં પ્રસારિત સિરીયલ દ્રૌપદીમાં નાના પડદાની જાણીતી અભિનત્રી મૃણાલ કુલકર્ણીએ મુખ્ય ભૂમિકા ભજવી. મૃણાલ ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળી ચુકી છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link