Skin Care Tips: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
દહી ડાયજેશનને ઠીક કરવાનું કામ કરે છે. તો બીજી તરફ સ્કીન માટે પણ દહી ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામાં જો તમારા લગ્ન થવાના છે તો તમે તમારા ડાયટમાં દહીને સામેલ કરો.
લીલી શાકભાજીઓમાં એન્ટીઓક્સીડેન્ટ ભરેલા હોય છે જે સ્કીનને હેલ્ધી રાખવા માટે ફાયદાકારક હોય છે. એવામાં તમે ધાણા, પાલક, બ્રોકલી, પાલકને ડાયટમાં સામેલ કરો.
ટામેટામાં વિટામીન સી, વિટામિન એ અને વિટામીનના ભરપૂર માત્રમાં હોય છે જે એન્ટી એજિંગની માફક કામ કરે છે અને ચહેરા પર ગ્લો પણ લાવે છે એવામાં જો તમારા લગ્ન થવાના છે તો તમે કાચા ટામેટા ખાઇ શકો છો.
હળદર ચહેરાના દાગ ધબ્બાને ઓછા કરવાની સાથે-સાથે સ્કિનને ગ્લોઇંગ પણ બનાવે છે. તમે તેને દૂધ સાથે મિક્સ કરી શકો છો.
બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઇ અને ફાસ્કોરસ વગેરે મળી આવે છે જે હેલ્ધી રાખવાની સાથે તેમાં હાજર વિટામિન ઇ સ્કીનને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)