શું તમે તકિયા નીચે મોબાઈલ રાખીને સુવો છો? નુકસાન જાણીને રાખશો 20 ફૂટ દૂર!
જ્યારે મોબાઈલને તકિયા નીચે રાખવામાં આવે છે, ત્યારે ગરમી બહાર આવી શકતી નથી. જેના કારણે મોબાઈલ ઝડપથી ગરમ થઈ શકે છે.
મોબાઈલની બેટરી સતત વધારે ગરમ થવાને કારણે ડેમેજ થઈ શકે છે. બેટરીની ક્ષમતા ઘટી શકે છે અને બેટરી ઝડપથી બગડી શકે છે.
વધારે ગરમ થવાને કારણે મોબાઈલના પ્રોસેસરની સ્પીડ ધીમી પડી શકે છે અને મોબાઈલ હેંગ થવા લાગે છે. આ મોબાઇલના એકંદર પ્રદર્શનને અસર કરે છે.
કેટલાક કિસ્સાઓમાં, ઓવરહિટીંગને કારણે મોબાઇલમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. જેના કારણે મોબાઈલ સંપૂર્ણપણે ડેમેજ થઈ શકે છે.
જો કે આવું બહુ જ ઓછું થાય છે, પરંતુ ઓવરહિટીંગને કારણે મોબાઈલમાં વિસ્ફોટ થવાનું જોખમ રહેલું છે.
મોબાઈલ લાઇટ અને નોટિફિકેશન સાઉન્ડ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
જો મોબાઈલ વધુ ગરમ થાય તો આગ લાગવાનું જોખમ રહે છે.