ગરમીમાં વધારે આવી રહ્યું છે વીજળીનું બિલ! આ સ્માર્ટ ટિપ્સ અપનાવી મેળવી શકો છો ફાયદો
ગરમીના સમયમાં વીજળી ઓછી કરવા માટે પંખા, એસી કે કોઈ અન્ય ઈલેક્ટ્રિક સામાન ખરીદવા સમયે BEE રેટિંગ જરૂર જુઓ. 5 સ્ટારવાળી રેટિંગ સૌથી વધુ બચત કરાવે છે. 5 સ્ટાર ઈલેક્ટ્રિક સાધનો ઓછો વીજળી વપરાશ કરે છે.
બીએલડીસી પંખા ઓછી વીજળી ઉપયોગ કરે છે. તે નોર્મલ પંખાથી 60 ટકા સુધી વીજળી બચાવી શકે છે. સાથે તેમાં રિમોટ, ટાઇમર અને વોઈસ આસિસ્ટન્સ જેવી સુવિધાઓ મળે છે, જે તેના ઉપયોગને સરળ બનાવે છે. વીજળી બચાવવા માટે આ ઉપયોગી છે.
જો તમે ઘરમાં સંપૂર્ણ સોલર ઉર્જાનો ઉપયોગ ભલે ન કરો, પરંતુ બાલકનીમાં કે ગાર્ડનમાં તમે સોલર લાઇટ અને પંખા લગાવી સકો છો. તે ઓછા ખર્ચમાં વધુ ફાયદો આપે છે.
ગરમીમાં રૂમને ઠંડો રાખવા માટે એર કંડીશનરનો યોગ્ય ઉપયોગ કરો. એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર રાખો. સાથે ટાઇમરનો ઉપયોગ કરો અને 5 સ્ટાર રેટિંગ એસીનો ઉપયોગ કરો.
ઘરમાં તમે સ્માર્ટ મીટર લગાવી શકો છો. તે રિયલ-ટાઇમ જણાવે છે કે તમે કેટલી વીજળી વાપરી રહ્યાં છો. જેથી તમે વીજળીની બરબાદી રોકી શકો છો. સાથે ઓછી વીજળી વાપરતી LED લાઇટ્સનો ઉપયોગ કરો.