Smartphone Overheating: તમારો ફોન ગરમ થઈ જાય છે? કારણો અને બચવાના ઉપાયો ખાસ જાણો
સ્માર્ટફોનને ક્યારેય પણ નકલી ચાર્જરથી ચાર્જ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. જો તમે આમ કરતા હશો તો સ્માર્ટફોન તેના કારણે ઓવરહીટ થઈ શકે છે.
ફોનને સતત વાપરવાથી પણ તે ઓવરહીટ થઈ શકે છે. ગરમીમાં જો ફોન ગરમ થશે તો ફાટવાની શક્યતા વધુ રહે છે. જો તમારે બહુ વાતચીતની જરૂર ન હોય તો તમારા ડિવાઈસને એરોપ્લેન મોડમાં પણ થોડીવાર માટે રાખી શકો છો.
તમારી સ્ક્રીનની બ્રાઈટનેસ જેટલું બને તેટલું ઓછું કરો. તેના કારણે બેટરીનો વપરાશ ઓછો થશે અને તેનાથી ડિવાઈસ પણ ઓછો ગરમ થશે.
મોબાઈલ ફોન આમ તો ફોનને સુરક્ષા આપે છે. ઠંડીમાં તેનો ઉપયોગ સારો છે પરંતુ ગરમીમાં સાચવીને વાપરવો જોઈએ. જ્યારે તમે ઘરમાં કે ઓફિસમાં ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો કવર કાઢી નાખો. કારણ કે ગરમ ફોનનું પેક રહેવું એ જોખમી સાબિત થઈ શકે છે.
જેમ તમને ગરમીથી બચવાની ઈચ્છા હોય તેમ તમારા ફોનને પણ ગરમીથી બચવું હોય. તેને ખુલ્લામાં કે તડકામાં મૂકવાથી બચવું હોઈએ. કારણ કે સૂરજની ગરમી તેને વધુ ગરમ કરી શકે છે. જો ઘરમાં હોવ તો બારી પાસે ન મૂકવો જોઈએ. ધાબળા નીચે પણ ન રાખવો.