Smartphones ના વધુ પડતા ઉપયોગથી થઈ શકે છે મોત! વિશ્વાસ ન હોય તો વાંચી લો આ Report

Sun, 11 Jul 2021-4:00 pm,

ડેલી મેલના અહેવાલ મુજબ, UC Berkeleyની સ્ટડીમાં દાવો કરાયો છે કે રોજે રોજ 10 વર્ષ સુધી દિવસમાં 17 મિનિટ સ્માર્ટફોન યૂઝ કરવાથી કેન્સર થઈ શકે છે. આ સંભાવના 60 ટકા લોકો માટે વ્યક્ત કરવામાં આવી છે. 1 હજાર કલાકથી વધુ સ્માર્ટફોનના વપરાશથી શરીરમાં ટ્યૂમર વિકસિત થાય છે.

તમને જણાવી દઈએ કે UC Berkeleyએ કહ્યું છે કે અમે દુનિયાભરમાં સ્માર્ટફોનના કારણે આરોગ્ય પર થયેલી 46 રિસર્ચની એનાલિસીસ કર્યું છે. અમેરિકા, સ્વીડન, UK, જાપાન, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં થયેલી રિસર્ચનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું.

રિસર્ચર્સનું કહેવું છે કે, સ્માર્ટફોનના રેડિએશન આપણા શરીરના સેલ્સને નુકસાન પહોંચાડે છે. રેડિએશનથી સ્ટ્રેસ પ્રોટીન (Stress Protein) પેદા થાય છે, જે DNAને નુકસાન પહોંચાડે છે અને ટ્યૂમર બનાવે છે.

જોકે US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને સ્ટડીના દાવાને નકાર્યો છે. FDAનું કહેવું છે કે, આ દાવા પાછળ કોઈ સાઈન્ટિફીક સબૂત નથી.

સ્ટડીમાં સલાહ આપવામાં આવી છે. સ્માર્ટફોનનો વપરાશ ઓછો કરવો અને પોતાના શરીરથી દુર રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટફોન પર વાત કરવાની જગ્યાએ લેન્ડલાઈનનો વધારે ઉપયોગ કરવો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link