PHOTOS: સફેદ ચાદરમાં ઢંકાયું કાશ્મીર, 9 વર્ષમાં પહેલીવાર નવેમ્બરમાં થઈ બરફવર્ષા
કાશ્મીરમાં બરફવર્ષા બાદ પહાડો પરનો ખુશનુમા માહોલ આ તસવીરમાં જોઈ શકાય છે.
કાશ્મીરના મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2009બાદ આ પહેલીવાર એવું થયું છે કે, નવેમ્બર મહિનામાં શ્રીનગર શહેરમાં બરફવર્ષા થઈ છે. આ બહુ જ દુર્લભ ઘટના છે. ગત બે દાયકામાં માત્ર ચારવાર નવેમ્બર મહિનામાં શ્રીનગરમાં બરફવર્ષા થઈ છે. આ પહેલા 2004, 2008 અને 2009માં નવેમ્બર મહિનામાં બરફવર્ષા થઈ હતી.
જોકે, મોસમ વિભાગે કાશ્મીર અને લદ્દાખમાં આવો માહોલ થોડા દિવસ બની રહેશે તેવુ અનુમાન લગાવ્યું છે. હિમપાત અને ખરાબ હવામાનને કારણે રવિવારે સવારે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી કોઈ વિમાન ઉડી શક્યુ ન હતું. બરફવર્ષાને કારણે શ્રીનગર-લેહ હાઈવે અને મુઘલ રોડ પણ બંધ કરી દેવાયો હતો.
શ્રીનગરમાં 9 વર્ષ બાદ પહેલીવાર એવું થયું છે કે, આવી બરફવર્ષા થઈ છે. પરંતુ સાથે જ વીજળીની આપૂર્તિ પણ ખોરવાઈ ગઈ છે. અનેક વિસ્તારો રવિવારે અને સોમવારે અંધારામાં ડૂબ્યા હતા.
ભારે બરફવર્ષાને કારણે સૌથી મોટુ નુકશાન સફરજનની ખેતીને થયું છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, બરફવર્ષાને કારણે સફરજનની ખેતીને નુકશાન પહોંચ્યું છે. હું જમ્મુ-કાશ્મીર સરકારને પીડિતોની મદદ માટે પગલા લે તેવી અપીલ કરું છું.
બરફવર્ષાને કારણે ફસાતા લોકો માટે કાશ્મીરની સરકારે હેલ્પલાઈન પણ શરૂ કરી છે. આ માટે લોકો 9596222550, 9596222551 અને 0194 2477568 પર મદદ માંગી શકે છે. (તસવીર સાભાર એએનઆઈ)
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગમાં સોમવારે 6 ઈંચની બરફવર્ષા રેકોર્ડ કરાઈ હતી. (તસવીર સાભાર એએનઆઈ)
કાશ્મીરના આ માહોલને જોતા મુસાફરીઓ મોટી સંખ્યામાં કાશ્મીર પહોંચી રહ્યાં છે અને બરફવર્ષાનો આનંદ લેવા આતુર બન્યાં છે.