મન મૂકીને વાપરો AC, લાઇટ બિલનું No ટેન્શન! જાણો સોલાર AC ના ફાયદા

Wed, 21 Apr 2021-9:05 pm,

અમે તમને જણાવી દઇએ કે ઇલેક્ટ્રિક AC ના બદલે જો તમે સોલાર AC નો ઉપયોગ કરશો તો તમારું લાઇટ બિલનું ટેંશન દૂર થઇ જશે. કારણ કે હવે જમાનો ક્લીન એનર્જીનો આવવાનો છે. ધીમે ધીમે પણ સોલાર એનર્જી તરફ લોકો વળી રહ્યા છે. માર્કેટમાં સોલાર AC ની રેંજ આવી ગઇ છે. તેને તમે સુરજની ઉર્જા વડે ચલાવી શકો છો. તો ચાલો તમને જણાવી સોલાર એનર્જી વિશે... 

ઇલેક્ટ્રિક AC ની માફક સોલાર AC ને પણ 1 ટન, 1.5 ટન અને 2 ટન ક્ષમતામાં ખરીદી શકાય છે. તમે તમારી જરૂરિયાત મુજબ AC ની પસંદગી કરી શકો છો. સોલાર AC ની કિંમત સામાન્ય ઇલેક્ટ્રિક AC ની તુલનામાં વધુ હોય છે. જો તમે સોલાર AC લો છો તો વિજળીનું બિલ તો ના બરોબર આવશે. અનુમાન એવું છે કે સોલાર એસીથી તમારું વિજળી બિલ 90 ટકા સુધી ઓછું થઇ શકે છે. 

હવે માની લો કે તમે આખી રાત અને દિવસે AC ચલાવશો તો ઓછામાં ઓછા 10-12 યૂનિટ વિજળી વપરાશે. 7 રૂપિયા પ્રતિ યૂનિટ મુજબ તમને એક દિવસનું બિલ હશે 70-84 રૂપિયા. તો મહિના મુજબ 2100 રૂપિયાથી 2500 રૂપિયાની આસપાસ. હવે જો તમે સોલાર AC વાપરશો તો તમારું વિજળીનું બિલ ના બરાબર આવશે. એટલે કે તમારું સેવિંગ થઇ જશે. ભારતમાં AC નો ઉપયોગ એપ્રિલથી જુલાઇ વચ્ચે વધુ હોય છે. એટલે કે આ ચાર મહિનામાં તમે 8000-10000 રૂપિયા વિજળીનું બિલ બચાવી શકો છો. 

માર્કેટમાં હવે ઘણી કંપનીઓ હાજર છે જે સોલાર AC વેચી રહી છે. સોલાર AC ના ભાવ 40 થી લઇને 2 લાખ રૂપિયા સુધી છે. સોલાર AC સાથે ઇન્વર્ટર, સોલાર પ્લેટ, બેટરી અને ઇંસ્ટોલેશનની બાકી વસ્તુઓ પણ મળે છે. 1 ટનનું સોલાર AC (1500 વોટ) 97 હજાર રૂપિયા સુધીમાં મળી જશે. એટલા જ વોલ્ટનું 1.5 ટનવાળું AC 1.39 લાખ રૂપિયા અને 2 ટનવાળુ AC 1.79 લાખ રૂપિયામાં મળી શકે છે.

સોલાર AC જેટલા ટનનું છે તે મુજબર સોલાર પ્લેટ લગાવવામાં આવે છે. જો તમે સોલાર એસી 1 ટનનું હોય તો 1500 વોલ્ટની સોલાર પ્લેત લાગશે. આ પ્લેટને એક ઇન્વર્ટર અને બેટરી સાથે લિંક કરવામાં આવશે. પછી સૂર્યની રોશનીથી સોલાર પ્લેટ દ્વારા બેટરી ચાર્જ થશે અને એસી ચાલશે. જો વરસાદ અને વાદળોના લીધે સુરજ ન નિકળે અને બેટરી ચાર્જ ન હોય તો તમે વિજળી વડે પણ ચલાવી શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link