Light Bill: હવે નહીં ભરવું પડે લાઈટ બીલ! સરકારે સોલાર પોલિસીમાં કર્યો મોટો ફેરફાર

Mon, 09 Sep 2024-10:10 am,

તમારે લાઈટ બીલ પેઠે એક પણ રૂપિયો ન ભરવો પડે તેના માટે સરકાર કરી રહી છે કવાયત. આગામી દિવસોમાં એ સમય પણ આવશે જ્યારે તમે જીરો લાઈટ બીલમાં ઘરની બધી જ સુખ સુવિધાઓ આસાનીથી ઓપરેટ કરી શકશો. દર મહિને તમારા 5 થી 7 હજાર રૂપિયાનું સેવિંગ થશે. સામાન્ય માણસની સમસ્યાને સમજીને તમારી વહારે આવી છે સરકાર. પ્રધાનમંત્રી મોદીએ પોતે તૈયાર કર્યો છે આ માસ્ટર પ્લાન. સરકારની રૂપટોપ પોલિસીમાં કરી દેવામાં આવ્યો છે મોટો ફેરફાર...  

આ અંગે 'જર્ક' દ્વારા પાવર મંત્રાલયના આદેશથી એક વિશેષ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છેકે, હવે સોલાર માટેનો ચાર્જ નહીં લેવામાં આવે. એટલેકે, રૂફટોપ સોલારમાં 6KW ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ ચાર્જ નહીં વસૂલવામાં આવે. એટલું જ નહીં આ સાથે જ આ સુધારા સાથેની પોલિસીમાં એવું પણ કહેવાયું છેકે, 10 KWની ક્ષમતાવાળી અરજીમાં હવેથી વિલંબકારી ટેક્નો-ફિઝિબિલિટી પ્રોસેસ પણ નહીં થાય.

ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સંદર્ભમાં રૂફટોપ પોલિસીમાં કેટલાક મહત્ત્વના વીજગ્રાહકલક્ષી સુધારા થયા છે, જે અંગે ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ-‘જર્ક' દ્વારા બે દિવસ પહેલાં નોટિફિકેશન બહાર પાડયું છે, જેમાં ૬ કિલોવોટ સુધીની ક્ષમતાની સોલાર પેનલ માટે હવેથી ગ્રાહક પાસેથી સીધેસીધો ચાર્જ વસૂલાશે નહીં.

અત્યાર સુધી ૬ કિલોવોટ સુધીની તમતા માટે સરકારી વીજ કંપની કે ટોરન્ટ કંપનીને દોઢથી બે હજાર પિયાનો ચાર્જ ચૂકવ્યા પછી ગ્રાહકને ગ્રીડ કેનેક્ટિવિટી અપાતી હતી. હવે નવા નિયમ મુજબ આ ખર્ચો ગ્રાહક પાસેથી સીધેસીધો વસૂલવામાં નહીં આવે. હવેથી આ ખર્ચો લાયસન્સી કંપની તેના જનરલ ખર્ચમાં નાખશે અને તે ટેરિફનો ખર્ચ ગણાશે, એટલે ટૂંકમાં ગ્રાહક પાસેથી સીધેસીધા વસૂલાતા કનેક્શન ચાર્જિસની અસર ટેરિફમાં આવશે. તદુપરાંત 'જર્ક' દ્વારા બીજો પણ એક મહત્ત્વનો સુધારો કરાયો છે. 

અત્યાર સુધી રૂફટોપમાં ૧૦ કિલોવોટ સુધીની ક્ષમતાનું કનેક્શન જોઈતું હોય તો તેને માટે ટેક્નો ફિઝિબિલિટી રિપોર્ટ મેળવાતો હતો, જેમાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી નવો લોડ ખમી શકે છે કે કેમ તે ચેક કરાતું હતું. આ પ્રક્રિયામાં સમય જતો હોવાથી અરજદારને ઝડપથી જોડાણ મળતું ન હતું પરંતુ હવેથી પાવર મંત્રાલયે આવી અરજીઓમાં ટેક્નો- ફિઝિબિલિટી છે જ, એમ માનીને અરજીઓ પ્રોસેસ કરવાનો આદેશ આપ્યો છે. 

 ‘જર્ક' દ્વારા જણાવાયું છે કે, ૧૦ કિલોવોટ સુધીની ક્ષમતાવાળી અરજીઓ હવેથી સીધેસીધી પ્રોસેસ થશે, ટ્રાન્સફોર્મરની ક્ષમતાનો વિષય લાઇસન્સી કંપનીએ જોવાનો રહેશે. આ પ્રક્રિયાથી ગ્રાહકોને હવે ઝડપથી રૂફટોપ સોલાર કનેક્શન મળી શકશે.

પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે સોલાર એનર્જી. સોલાર એનર્જીથી વીજળીનું ઉત્પાદન અને સામાન્ય માણસોને વીજ બિલમાંથી મુક્તી. 

ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી આ સ્કીમથી તમને સારા એવા પૈસાની બચત થશે. સામાન્ય માણસો માટે આ યોજના આર્શીવાદરૂપ સાબિત થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link