Bike: આ 5 બાઈક છે ખુબ દમદાર...ગજબની માઈલેજ અને ભાવ પણ એકદમ બજેટમાં

Fri, 10 Sep 2021-2:11 pm,

વર્ષોથી લોકોને ગમતી આ TVS Sport બાઈક પોતાના શાનદાર લૂક, સારા માઈલેજ અને ઓછી કિંમતના કારણે જ ઓળખાય છે. તે પોતાના સેગમેન્ટમાં સૌથી સ્ટાઈલિશ લૂકવાળી બાઈક છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 95 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. TVS Sport માં 109.7CC નું એન્જિન છે. દિલ્હીમાં આ બાઈકની એક્સ શોરૂમ શરૂઆતની કિંમત 57,330 રૂપિયા છે.   

બજાજના 2 વ્હીલર્સમાં સૌથી વધુ વેચાતી બાઈક Platina છે. 100સીસી ના એન્જિનવાળી આ બાઈક  8.6 Nm નો ટોર્ક પેદા કરે છે. પ્લેટિનામાં  DTS-i ટ્વિન એન્જિન લાગેલુ છે જે સારા ફ્યૂલ અને એરનું કોમ્બિનેશન બનાવે છે. એક લીટર પેટ્રોલમાં આ બાઈક 90 કિમી સુધીની માઈલેજ આપે છે. પ્લેટિના ની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 56,480 રૂપિયા છે. 

પ્લેટિના ઉપરાંત Bajaj CT 100 પણ માઈલેજના મામલે સારું ઓપ્શન છે. ઓછો ભાવ અને શાનદાર માઈલેજ તેની ઓળખ છે. આ બાઈકમાં સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ 99.27 CC નું એન્જિન છે જે 8.08 bhp પાવર અને  8.05 Nm નો  ટોર્ક જનરેટ કરે છે. એક લીટર પેટ્રોલમાં આ બાઈક 89 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. Bajaj CT 100 ની શરૂઆતની કિંમત 52,832 રૂપિયા છે. 

હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ (Hero Splendor Plus) પણ માઈલેજ મામલે કોઈનાથી પાછળ નથી. તે 100CC ના એન્જિનવાળી બાઈક 8 bhp અને 8Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. અત્રે જણાવવાનું કે આ બાઈક 81kmpl ની માઈલેજ આપવામાં સક્ષમ છે. Splendor plus ની શરૂઆતની કિમત 63,750 રૂપિયા છે. 

Hero Motocorp ની Hero HF Deluxe બાઈક એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં ખુબ ફેમસ બાઈક છે. આ બાઈક  83 kmpl ની માઈલેજ આપે છે. સારી માઈલેજની સાથે સાથે તેની ઓછી કિંમત પણ તેને ખાસ બનાવે છે. તેમાં 97.2 CC નું એન્જિન છે. દિલ્હીમાં બાઈકની શરૂઆતની કિંમત 51,900 રૂપિયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link