PICS: બોલીવુડની 5 સુપર્બ ફિલ્મો, જેણે એકપણ ગીત વગર બોક્સ ઓફિસ પર પાડી ટંકશાળ

Sun, 18 Apr 2021-3:23 pm,

નિર્દેશક રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ભૂત' વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. અજય દેવગણ અને ઉર્મિલા માતોંડકરે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ઘણીવાર હોરર ફિલ્મોમાં ઓછા ગીતો ઓછા રાખવામાં આવે છે. પરંતુ આ ફિલ્મમાં એક પણ ગીત ન હતું. જોકે ફિલ્મમાં પ્રમોશનલ ગીતો હતા, પરંતુ તે ફિલ્મની કહાનીનો હિસ્સો ન હતાં. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી.

2005ની ફિલ્મ 'બ્લેક' નું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય લીલા ભણસાલીની મોટાભાગની ફિલ્મોમાં ગીતો છે પરંતુ આ ફિલ્મમાં એક પણ ગીત નહોતું. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ સાથે મળીને અભિનય કર્યો હતો. બંનેના અભિનયની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રાનીએ બહેરી-મૂંગી છોકરીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ 'અ વેડનસ ડે' વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સામાન્ય માસની વાર્તા દર્શાવવામાં આવી છે. જે સિસ્ટમ સાથે પોતે ટક્કર લે છે. ફિલ્મમાં એક પણ ગીત રાખવામાં આવ્યુ ન હતું. પરંતુ પ્રેક્ષકો આ ફિલ્મથી કંટાળી ગયા ન હતા અને ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

2007માં આવેલી ફિલ્મ 'ભેજાફ્રાય' તે સમયની કોમેડી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મની વાર્તા ખૂબ જ સરળ હતી પરંતુ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં રજત કપૂર, વિનય પાઠક, મિલિંદ સોમન જેવા સ્ટાર્સ હતા. ફિલ્મ 'ભેજા ફ્રાય' માં એક પણ ગીત ન હતું. પરંતુ ફિલ્મ એટલી સારી હતી કે તેને ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

દિવંગત અભિનેતા ઈરફાન ખાન અભિનીત ફિલ્મ 'ધ લંચબોક્સ' ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઈરફાનની અદાકારીએ ફિલ્મને એક અલગ જ જગ્યા પર પહોંચાડી દીધી. આ ફિલ્મમાં બે એવા લોકોની કહાની દર્શાવવામાં આવી, જેઓ એકબીજાને ઓળખતા નથી. પરંતુ તેઓ લંચબોક્સ દ્વારા મળે છે. આ ફિલ્મમાં એક પણ ગીત ન હતું. પરંતુ લોકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ ઈરફાન ખાનની હિટ ફિલ્મ્સની યાદીમાં શામેલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link