Celebrities Death: કોઈએ લાઈવ શોમાં લીધો અંતિમ શ્વાસ તો કોઈ... સાત મહિનામાં 10 સેલિબ્રિટીના નિધન

Sat, 23 Jul 2022-4:20 pm,

સ્ટાર સિંગર કેકેના નિધનના સમાચારથી સૌ કોઈને આઘાત લાગ્યો છે. તેમનું નિધન કોલકાતામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવવાથી થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યા બાદ કોલકાતા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે કોલકાતાના નરરૂલમાં ઓડિટોરિયમમાં પરફોર્મેન્સ આપી રહ્યા હતા. ત્યારબાદ સીડીઓ પર તેમને હાર્ટ એટેક આવ્યો.

દિગ્ગજ પાર્શ્વ ગાયક ભૂપિંદર સિંહનું 19 જુલાઈના મુંબઇમાં નિધન થયું છે. ભૂપિંદર સિંહ 81 વર્ષના હતા. ભૂપિંદર સિંહને તેમના ભારે અવાજથી ઓળખવામાં આવતા હતા. તેમણે બોલીવુડમાં ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.

જાણીતા મ્યૂઝિક કંપોઝર બપ્પી લહેરીનું Obstructive Sleep Apnea બીમારીના કારણે 15 ફેબ્રુઆરી 2022 ના નિધન થયું હતું. 69 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. બપ્પી દાએ હિન્દી અને બંગાળી સિનેમાની ઘણી ફિલ્મોમાં શાનદાર મ્યુઝિક આપ્યું છે.

કથક ડાન્સના સમ્રાટ પંડિત બિરજૂ મહારાજે 83 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજૂ મહારાજનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું. બિરજૂ મહારાજ કથક નર્તક હોવાની સાથે સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા.

સ્વર કોકિલા લતા મંગેશ્કર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 6 ફેબ્રુઆરી 2022 ના લતા મંગેશ્કરે બ્રીચ કેંડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. દેશભરમાં તેમના નિધનથી શોકનો માહોલ છવાયો હતો. રાજકીય સન્માનની સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બી આર ચોપડા મહાભારતમાં ભીમનો રોલ ભજવીને લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. એક્ટિંગમાં આવતા પહેલા પ્રવીણ એક હેમર અને ડિસ્કસ થ્રો એથલીટ હતા. ત્યારે એશિયન રમતોમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યા હતા.

આગરામાં જન્મ્યા અને અમિતાભ બચ્ચનને લઇને 'મજબૂર' અને 'ખુદ્દાર' જેવી હિટ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર રવિ ટંડનનું 11 ફેબ્રુઆરીના મુંબઇમાં નિધન થયું છે. બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડનના પિતા અને તેમના યુગના જાણીતા ફિલ્મ ડિરેક્ટર રવિ ટંડનનું 86 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

બોલીવુડની 80 થી વધુ ફિલ્મોમાં કામ ચુકેલા એક્ટર અરુણ વર્માનું 20 જાન્યુઆરી 2022 ના દુ:ખદ નિધન થયું હતું. અરુણ વર્મા 62 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા.

બોલીવુડ એક્ટ્રેસ રેખા કામતનું 89 વર્ષની ઉંમરે 11 જાન્યુઆરીના નિધન થયું હતું. ભૂત, સિંહાસન જેવી ફિલ્મમોમાં કામ કરનાર રેખા કામતે પોતાના કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મથી કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link