શું કોઈ ગુપ્ત રીતે યૂઝ કરી રહ્યું છે તમારું WhatsApp અકાઉન્ટ? ચપટી વગાડતા જ પડી જશે ખબર, જાણો કેવી રીતે
વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા ડિવાઈસમાંથી થઈ રહ્યો છે. આની મદદથી તમે તમારા એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશો.
તમારી વ્હોટ્સએપ એપ ખોલો અને ઉપરના જમણા ખૂણે આવેલા ત્રણ બિંદુઓના આઇકન પર ટેપ કરો. પછી "લિંક કરેલ ઉપકરણ" વિકલ્પ પર જાઓ. અહીં તમે જોશો કે તમારા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કયા ઉપકરણોથી થઈ રહ્યો છે.
જો તમને લાગે કે કોઈ અજાણ્યું ઉપકરણ તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમે તે ઉપકરણને લૉગ આઉટ કરી શકો છો.
જો તમને એવા મેસેજ મળે છે જે તમે મોકલ્યા નથી અથવા તમને કંઈક અજુગતું લાગે છે, તો સમજી લો કે શક્ય છે કે કોઈ તમારું એકાઉન્ટ વાપરી રહ્યું છે. શક્ય છે કે તે વ્યક્તિ તમારી પરવાનગી વગર મેસેજ મોકલી રહી હોય.
જો તમારી જાણકારી વગર તમારી પ્રોફાઇલ પિક્ચર કે સ્ટેટસ બદલાઈ રહ્યું છે, તો સંભવ છે કે કોઈ બીજા ડિવાઇસ પર તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે અને તમારો DP અને સ્ટેટસ અપલોડ કરી રહ્યું છે.