Sonam Kapoor એ પહેર્યો વિચિત્ર ડિઝાઇનવાળો ડ્રેસ, લોકોએ કરી રસપ્રદ કોમેન્ટ
સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં સોનમ કપૂર એક વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હવે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. (Pic Credit: Sonam Kapoor Instagram)
આ ડ્રેસ પર એક ફીમેલ બોડીનું ફીગર બનેલું છે. આ ડ્રેસની સાથે સોનમ કપૂરે પોતાના વાળને ઉપરની તરફ બાંધ્યા છે.
સોનમ કપૂર આ આઉટફિટને લઈને ખુબ ટ્રોલ થઈ રહી છે. કોઈએ કહ્યું કે, રાત્રે કોઈ જોશે તો ડરી જશે. એક યૂઝરે સોનમની તુલના રણવીર સિંહ સાથે કરી દીધી છે.
સોનમ કપૂર હંમેશા કપડાને લઈને નવા-નવા પ્રયોગો કરતી રહે છે. પરંતુ તેની આ સ્ટાઇલ જોઈને લોકોનું મગજ ફરી ગયું છે. અભિનેત્રીના કપડા જોઈ લોકો સમજી શકતા નથી કે તે શું કહેવા ઈચ્છે છે.
સોનમ છેલ્લે 2019માં ફિલ્મ ધ જોયા ફેક્ટરમાં જોવા મળી હતી. (Pic Credit: Sonam Kapoor Instagram)