Sonam Wangchuk એ ભારતીય સેના માટે બનાવ્યું જબરદસ્ત `રક્ષા કવચ`, જુઓ PHOTOS
હવે આ હીટિંગ ટેન્ટનો લાભ દેશના તે જવાનોને મળશે જે લદાખ સિયાચિન સરરહદે ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં દિવસ રાત તૈનાત રહીને ભારતમાતાની રક્ષા કરે છે. વાંગચુકે ટેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
-30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભારતીય જવાનો સરહદ પર તૈનાત રહે છે. સૈનિકોને ઠંડીથી બચવા માટે ભારે ભરખમ જૂતા અને કપડાં પહેરવા પડે છે. ત્યારબાદ પણ અહીં તૈનાત જવાનોએ ડીઝલ, કેરોસીન કે પછી લાકડા બાળીને ગરમી માટે તેના પર નિર્ભર રહેવું પડે છે. આ કારણે પ્રદૂષણ તો થાય જ છે પરંતુ સાથે સાથે તેનો પ્રભાવ પણ ઓછો હોય છે. આવા સમયે તેમના માટે આ ટેન્ટ ખુબ જ રાહતભર્યા રહેશે.
સોનમ વાંગચુકે ટ્વીટમાં જણાવ્યું કે રાતે 10 વાગે જ્યાં બહારનું તાપમાન -14°C હતું ત્યાં ટેન્ટની અંદરનું તાપમાન +15°C હતું. એટલે કે ટેન્ટની બહારના તાપમાન કતા ટેન્ટની અંદરનું તાપમાન 29°C વધુ હતું. આ ટેન્ટની અંદર ભારતીય સેનાના જવાનોને લદાખમાં કડકડતી ઠંડીમાં રાતો પસાર કરવું ખુબ સરળ રહેશે. આ સોલર હીટેડ મિલેટ્રી ટેન્ટની ખાસિયત એ છે કે તે સૂર્ય ઉર્જાની મદદથી કામ કરે છે.
આ ટેન્ટની અંદર લગભગ 10 લોકો આરામથી રહી શકે છે. આ સાથે જ આ પોર્ટેબલ છે. એટલે કે સમગ્ર ટેન્ટ ઉખાડીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. એક ટેન્ટનું વજન 30 કિલોથી પણ ઓછું છે. આ ટેન્ટ સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે. તેમણે આ ટેન્ટ લદાખમાં રહીને બનાવેલા છે. સોનમ વાંગચુક તેમના આઈસ સ્તૂપ માટે જાણીતા છે. તેમના આ આવિષ્કારને લદાખનો સૌથી કારગર આવિષ્કર માનવામાં આવે છે. આ આવિષ્કાર સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ્સ ઓફ લદાખ (SECMOL)નું કેન્દ્ર બિન્દુ છે.