આ વિસ્તારોનું આવશે મોત! વરસાદની પેટર્ન બદલતા અંબાલાલની આગાહી ફરી, 26મી પછી તો...

Wed, 24 Jul 2024-5:00 pm,

તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેને પગલે હાલ હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ગરકાવ થયેલાં વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગની ટીમો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવી રહી છે.  

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તરગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. 26 જૂલાઈથી ઉત્તરગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે. 

જુનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તરગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદ વાળા વિસ્તારને લઇ હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે આણંદમાં ખાસ કિસ્સા તરીકે ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે 4 કલાકમાં જ 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે અમરેલી ભાવનગર અને દ્વારકામાં આજે અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની ચેતવણી આ ઉપરાંત આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા , નર્મદા ,ભરૂચ, સુરત , વલસાડ, નવસારી , દમણ અને દાદરા નગર હવેલ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સહીત રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. 

જ્યારે ખેડા , અમદાવાદ , પંચમહાલ, દાહોદ, મહીસાગર , ડાંગ અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની ચેતવણી અપાઈ છે. આવતીકાલે સુરત, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે પણ અતિ ભારે વરસાદ અથવા રેડ એલર્ટની ચેતવણી જાહેર કરાઈ છે. આવતીકાલે આણંદ, પંચમહાલ , દાહોદ, મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી 

આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હજુ પણ વધારે સ્ટ્રોંગ બનશે. ખાસ કરીને આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઠંડરસ્ટોર્મની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમોને ધ્યાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે. હાલ માછીમારીઓએ પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વધશે વરસાદની તીવ્રતા. એટલું જ નહીં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવશે આ ત્રણ સિસ્ટમ. હવામાન વિભાગની મહત્ત્વની આગાહી. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. 

હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું કે, હાલ જે પ્રકારે ગુજરાત પર અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પવનની ગતિ વધશે. 45 કિ.મી.થી લઈને 65 કિ.મી. સુધી રહેશે પવનની ઝડપ. તેજ રફતારથી ફૂંકાશે પવન. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આજે પણ બોલાવશે ધડબડાટી. ગાજવીજ સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજકોટ, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link