500 રૂપિયા સસ્તુ સોનું ખરીદવાની તક! ચાલી રહી છે સરકારની સ્કીમ

Fri, 25 Dec 2020-5:49 pm,

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21ની નવી સીરીઝ (9th Series) 28 ડિસેમ્બર 2020થી સબ્સક્રિપ્શન માટે ખુલશે. તેમાં 1 જાન્યુઆરી 2021 સુધી રોકાણ કરી શકાશે. આરબીઆઇએ આ વખતે ઇશ્યૂ પ્રાઇસ (Issue Price) 5,000 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યા છે. એટલે કે 10 ગ્રામનો ભાવ 50,000 રૂપિયા થયો. જોકે માર્કેટ રેટથી ઓછો છે. 

જો તમે ડિજિટલ પેમેન્ટ દ્વારા તેમાં રોકાણ કરો છો તો 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. એટલે કે 10 ગ્રામની ખરીદી પર તમે 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ગત વખતે ગોલ્ડ બોન્ડ સીરીઝની 8મી સીરેઝના ઇશ્યૂ પ્રાઇસ 5,177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી. આ અરજી માટે 9 નવેમ્બર 2020 ખુલ્યો હતો અને 13 નવેમ્બરને બંધ થયો હતો.  

જે રોકાણકારોએ નવેમ્બર 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડના પહેલાં ઇશ્યૂને સબ્સક્રાઇબ કર્યું હતું .તેમને ગત પાંચ વર્ષોમાં લગભગ 93 ટકાનું રિટર્ન મળી ચૂક્યું છે. આ બોન્ડ આઠ વર્ષમાં મેચ્યોર હોય છે, પરંતુ રોકાણકારો પાસે પાંચ વર્ષ પછી બહાર નિકળવાનો વિકલ્પ હોય છે. 

આ સ્કીમ હેઠળ એક નાણાકીય વર્ષમાં કોઇપણ વધુમાં વધુ 4 કિલો સુધી ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. જો તમે સોવરેઝ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે PAN કાર્ડ હોવું જરૂરી છે. તમે તમામ કોમર્શિયલ બેંક (RRB, નાની ફાઇનેંસ બેંક, પેમેન્ટ બેંકને છોડીને) પોસ્ટઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિમિટેડ (SHCIL), નેશનલ સ્ટોક એક્સચેંજ  (NSE),બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) અથવા સીધા એજન્ટ્સ દ્વારા અરજી કરી શકો છો. 

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ફિજિકલ રૂપમાં સોનું મળતું નથી. આ ફિજિકલ ગોલ્ડની તુલનામં વધુ સુરક્ષિત છે. તેમાં રોકાણ કરનારાઓને ગોલ્ડ બોન્ડ સર્ટિફિકેટ (Gold Bond Certificate) આપવામાં આવે છે. મેચ્યોરિટી પુરી થયા બાદ જ્યારે રોકાણકારો તેને વટાવવા જાય છેતો તેને તે સમયે ગોલ્ડ વેલ્યૂના બરાબર પૈસા મળે છે. તેનો રેટ ગત ત્રણ દિવસોના સરેરાશ ક્લોઝીંગ પ્રાઇસ પર નક્કી થાય છે. બોન્ડની અવધિમાં પહેલાંથી નક્કી દરથી રોકાણકારોને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. 

જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો ઇલેક્ટ્રોનિક રૂપમાં હોવાના લીધે તેની શુદ્ધતા પર કોઇ સંદેહ ન કરી શકાય. તેના પર ત્રણ વર્ષ બાદ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે. (મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિતલ ગેન ટેક્સ નહી લાગે) તો બીજી તરફ લોન માટે તેનો ઉપયોગ કરી શકો છો. જો વાત રિડેંપ્શનની કરીએ તો પાંચ વર્ષ બાદ ક્યારેય પણ તેની ચૂકવણી થઇ શકે છે. 

એક નાણાકીય વર્ષમાં તમે 4 કિલો સુધી ગોલ્ડ ખરીદી શકો છો. ગોલ્ડ બોન્ડમાં તમને સરકાર વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ પણ આપે છે. એટલે તમારા સોનાની વધતી કિંમત ઉપરાંત વ્યાજ પણ અલગથી મળે છે. 

સોવરેન ગોલ્ડ બોન્ડ એક લાંબા સમયનું રોકાણ છે. તેનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો છે. પરંતુ તમે 5મા વર્ષથી તેને વટાવી શકો છો. જ્યારે તમે તેને વટાવશો ત્યારે તેની શું કિંમત મળે છે તે તે સમયે માર્કેટમાં ગોલ્ડના ભાવ પર નિર્ભર કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link