Sovereign Gold Bond: આવતીકાલથી સસ્તું સોનું ખરીદવાની તક! 5 ફેબ્રુઆરી સુધી કરી શકશો રોકાણ
11મી સીરીઝમાં ગોલ્ડ બોલ્ડ માટે ઇશ્યૂ પ્રાઇસ 4912 રૂપિયા પ્રતિ એટલે કે 49120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવી છે. જો ઓનલાઇન અરજી કરો છો તો પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ પણ મળશે. ઓનલાઇન ઇન્વેસ્ટર્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4862 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે 48620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડની આ સીરીઝ ત્યારે લઇને આવી છે, જ્યારે સોનું પોતાના ઉચ્ચત્તમ સ્તરથી લગભગ 7000 રૂપિયાની ઓછી કિંમતે મળી રહ્યું છે. શુક્રવારે સોનું 49100 પર બંધ થયું હતું.
આ પહેલાં જાહેર તહ્યેલી સીરીઝ 10ના ગોલ્ડ બોન્ડ માટે ઇશ્યૂ પ્રાઇસ 5104 રૂપિયા પ્રતિ ગ્રામ હતો. આ ઇશ્યૂ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો હતો. આરબીઆઇએ કહ્યું કે બોલ્ડનું નોમિનલ વેલ્યૂ 4912 રૂપિયા નક્કી થયું છે. બોલ્ડનું મૂલ્ય ઇન્ડીયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્રારા આપવામાં આવી 27 થી 29 જાન્યુઆરી વચ્ચે 999 શુદ્ધતાવાળા ગોલ્ડના સરેરાશ ક્લોઝિંગ પ્રાઇસના આધાર પર નક્કી કરવામાં આવી છે. એટલે કે આ સીરીઝમાં સોનું ગત સીરીઝના મુકાબલે તમને સસ્તું મળી રહ્યું છે.
જો તમે સોવરેજ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે PAN હોવું જરૂરી છે. તેનાથી તમે તમામ કોમર્શિયલ બેંક ( RRB,નાન ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંકને છોડીને) પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિમિટેડ (SHCIL), નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE), બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) અથવા સીધા એજન્ટ્સ દ્રારા અરજી કરી શકે છે. આ બોન્ડ્સની સેટલમેંટ ડેટ 9 ફેબ્રુઆરી 2021 સુધી કરવામાં આવી છે.
આ સ્કીમના હેઠળ તમે ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ સોનાની ખરીદી કરી શકો છો. ખાસ વાત એ છે કે Gold Bond માં રોકાણ કરતાં તમને ટેક્સ છૂટ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં તમને સરકાર વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ પણ આપે છે. એટલે કે તમને સોનાની વધતી જતી કિંમતો ઉપરાંત વ્યાજ પણ અલગથી મળે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિ વધુમાં વધુ 400 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. તો બીજી તરફ ન્યૂનતમ રોકાણ એક ગ્રામનું હોવું જરૂરી છે. તો બીજી તરફ HUFs નાણાકીય વર્ષમાં 4 કિલોગ્રામ સુધી રોકાન કરી શકશો, જ્યારે ટ્રસ્ટ તેમાં 20 કિલોગ્રામ સુધી રોકાણ કરી શકશો.
સોવરેન ગોલ્ડ બોન્ડ એક લાંબા સમયનું રોકાણ છે. તેની મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનું છે. પરંતુ તમે 5મા વર્ષથી તેને વટાવી શકશો. જ્યારે તેને વટાવશો ત્યારે તમને શું કિંમત મળશે. આ તે સમય સમયે માર્કેટમાં ગોલ્ડના ભાવ પર નિર્ભર કરશે.
ગોલ્ડ બોન્ડ મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી હોય છે. તો બીજી તરફ તેમાં એક્સપેંશ રેશિયો કંઇપણ નથી. ભારત સરકારની ગેરેન્ટી હોય છે એટલા માટે ડિફોલ્ટનો ખતરો નથી. આ HNIs ના માટે પણ સારો વિકલ્પ છે, જ્યાં તેમાં મેચ્યોરિટી સુધી હોલ્ડ કરવામાં કેપિટલ ગેંસ ટેક્સ આપતો નથી. ઇક્વિટી પર 10 ટકા કેપિટલ ગેંસ ટેક્સ લાગે છે. એવામાં લાંબી અવધિના રોકાણ વિકલ્પોમાં આ સારી સાબિત થઇ રહી છે. ફિજિકલ ગોડના બદલે ગોલ્ડ બોન્ડને મેનેજ કરવા સરળ અને સેફ હોય છે. તેમાં પ્યોરિટીની કોઇ ઝંઝટ હોતી નથી અને કિંમતો સૌથી શુદ્ધ સોનાના આધારે થાય છે. તેમાં એક્ઝિટના સરળ વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડના અગેંસ્ટ લોનની સુવિધા પણ મળે છે.