રક્ષાબંધન પર બને છે વિશેષ સંયોગ, મળશે લાભ: પરંતુ ભૂલથી આ 6 ભૂલ ના કરતા

Sun, 02 Aug 2020-2:09 pm,

જ્યોતિષીઓના અનુસાર, રક્ષાબંધન પર આ વખતે આયુષ્માન યોગ બની રહ્યો છે. જે ભાઇ-બહેનના સંબંધને લાંબી ઉંમર આપશે. જો બહેન જણાવેલા શુભ મુહુર્ત પર તેના ભાઇને રાખડી બાંધે છે તો તેનાથી ભાઇ-બહેનનો ભાગ્યોદય હશે અને સંબંધમાં પ્રેમ અને વધશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

3 ઓગસ્ટ સવારે 7 વાગ્યે 19 મિનિટથી ચંદ્રનું નક્ષત્ર શ્રાવણ થઇ જશે. આ કારણે આ શ્રાવણ પણ કહેવાય છે. સવારે 7.19થી લઇને આગામી દિવસ 5.44 મિનિટ સુધી સર્વાત્ર સિદ્ધિકી યોગ પણ છે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

જ્યોતિષીઓના અનુસાર, રાખડી બાંધવાનું સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે 9 વાગ્યે 25 મિનિટથી લઇ સવારે 11 વાગ્યે 28 મિનિટ સુધી છે. આ મુહૂર્ત માત્ર 2 કલાકનું હશે. આ મુહૂર્તમાં તમામ બહેનો તેમના ભાઇના હાથ પર રાખડી બાંધશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

તો બીજી તરફ સાંજના સમયે રાખડી બાંધવાનો સર્વશ્રેષ્ઠ સમય બપોર 3.50થી લઇને સાંજે 5.15 વાગ્યા સુધી રહેશે. આ સમયે રક્ષાબંધન ઉજવવી ભાઇ અને બહેન બંને માટે ફળદાયક રહશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

3 ઓગસ્ટના ઘણા અશુભ મુહૂર્ત પણ રહેશે જ્યારે તમારે રાખડી બાંધવાથી દૂર રહેવું પડશે. સવારે 7.25 વાગ્યાથી 9.05 વાગ્યા સુધી બહેનો રાખડી બાંધવાથી દૂર રહે. તમને જણાવી દઇએ કે, તે દરમિયાન રાહુ કાળ રહેશે. આ ઉપરાંત સવારે 5.44 વાગ્યાથી 9.25 વાગ્યા સુધી ભદ્રા રહેશે, જેમાં રાખડી બાંધવી પ્રતિબંધત માનવામાં આવે છે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

દિવસમાં 11.28 વાગ્યાથી લઇને બપોરના 01.07 વાગ્યા સુધી ભાઇને રાખડી ના બાંધો. ત્યારબાદ 02.08 વાગ્યાથી લઇને 03.50 વાગ્યા સુધી ગુલિક કાળ રહેશે, જેમાં રાખડી બાંધવી જોઇએ નહીં. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link