ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
કાળા મરીનો પાવડર બનાવી તેને પાણીમાં મિક્સ કરી દો. આ પાણીને દિવાલો પર છાંટી દો. મરીના કારણે ગરોળી તીવ્ર બળતરા અનુભવે છે અને સ્પ્રે કરેલી જગ્યા પર ફરકતી બંધ થઈ જશે.
કબાટમાં જે ફિનાઈલની ગોળીઓ આપણે મુકીએ છીએ તે ગરોળીને પણ ભગાડી શકે છે. સામાન્ય રીતે નાના જંતુઓથી બચાવ માટે આપણે ફિનાઈલની ગોળીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની મદદથી તમે ગરોળીને પણ ઘરમાંથી ભગાડી શકો છો. આ ગોળીની તીવ્ર ગંધના કારણે ગરોળી ઘરમાં આવશે જ નહીં.
ઈંડાને તોડ્યા પછી તેની ફોતરાં ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ ગરોળીને ભગાડવા માટે પણ કરી શકાય છે. ઘરમાં જ્યાં ગરોળી આવતી હોય ત્યાં ઈંડાના ફોતરાં મુકી દેવા જોઈએ.
ડુંગળી અને લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેનાથી તો ગરોળી 100 ફૂટ દુર રહે છે. ગરોળી ઘરમાં વધી ગઈ હોય તો ડુંગળી અને લસણના ટુકડાને એવી જગ્યાએ રાખી દો જ્યાં ગરોળી વારંવાર આવતી હોય. એકવારમાં જ ગરોળી ઘરમાં દેખાતી બંધ થઈ જશે.
મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે, અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)