IRCTC Kerala Tour Package: કેરળમાં વિતાવો વેકેશન, માત્ર 8 હજારમાં બુક કરો પેકેજ
આઇઆરસીટીસી મુન્નાર કોચીનું ટુર પેકેજ યાત્રીઓ માટે લાવ્યું છે. આ ટુર પેકેજ 29 એપ્રિલ થી શરૂ થશે. મુન્નાર તેના બગીચા માટે પ્રસિદ્ધ છે. અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
જો તમારે ટ્રેનમાં આ બંને જગ્યાની મુલાકાત લેવી હોય તો પેકેજની શરૂઆત 8,445 રૂપિયાથી થાય છે. Irctc નું આ ટુર પેકેજ ત્રણ દિવસ અને બે રાતનું હોય છે. જેમાં પ્રવાસીઓ એક દિવસ મુન્નાર ફરે છે અને બીજા દિવસે કોચી લઈ જવામાં આવે છે.
કોચીમાં તમે કેરલના શાનદાર બેકવોટર્સની મજા લઇ શકો છો. અહીં તમે લેકમાં બોટ હાઉસની મજા પણ લઈ શકો છો અહીં તમને કોચી ફોર્ટ પણ જોવા મળશે.
સમર વેકેશન માટે કેરલના કોચી અને મુન્નાર બેસ્ટ જગ્યાઓ માનવામાં આવે છે. અહીં તમને ગરમીથી રાહત પણ મળે છે અને ફરવાની મજા પણ માણી શકાય છે.