Ram Lala Bhog: રામલલાને ગરમી ના લાગે તે માટે અયોધ્યામાં કરાયું ખાસ આયોજન, જુઓ તસવીરો
ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની દરરોજ પૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. હવામાનમાં ફેરફાર સાથે, તેમના પ્રસાદમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગરમીને જોતા રામલલાને સવારથી સાંજ સુધી ચઢાવવામાં આવતા ભોજનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રામલલાના પ્રસાદમાં દહીંનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ઉનાળાની ઋતુમાં રામલલાને રોજ મધુપાર્કની સાથે દહીં ચઢાવવામાં આવશે.
મધુપર્ક પણ પહેલીવાર ભગવાન રામને અર્પણ કરવામાં આવી રહ્યો છે. મધુપર્ક એટલે મધ, દહીં, ઘી અને પાણીનું મિશ્રણ. આ પ્રસાદ રામલલાને સોનાના પાત્રમાં ચઢાવવામાં આવી રહ્યો છે. મધુપર્ક એ શુભ અને મધુરતાનું પ્રતીક છે.
ગરમીને જોતા મોસમી ફળો એટલેકે સિઝનલ ફ્રૂટ જેવા કે નારંગી, સફરજન અને ડ્રાય ફ્રૂટ્સ ભગવાન રામને શણગાર પહેલા ચઢાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના મનપસંદ પ્રસાદ જેવા કે ખીર, રબડી, મીઠાઈઓ, દળિયા અને હલવો પણ ચઢાવવામાં આવે છે.
ભગવાન રામલલાને ઉનાળામાં વધારે ગરમીના લાગે તે માટે ખાસ ભોગ ધરાવાશે. ગરમીમાં ભગવાનને ઠંડક આપે તેની વાનગીઓ તેમના માટે બનાવવામાં આવે છે. બપોરે 12 વાગ્યાની આરતી પહેલા મધુપર્ક (મધ) પછી દાળ, રોટલી, ભાત, દહીં, બે પ્રકારના શાક અને તસ્માઈ રામ લાલાને ભોગમાં ધરાવાય છે. રાત્રે શયન આરતી પહેલા, મધુપર્ક પછી પુરી, શાક અને તસ્માઈ ચઢાવવામાં આવે છે.