શું તમે પણ ઘરમાં ગમે ત્યાં રાખો સાવરણી? સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો આ દિશામાં મુકો સાવરણી
વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે રાખવી જરૂરી છે. નહીં તો ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખવી ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો સાવરણી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરની સમૃદ્ધિ વધે છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી.
ઘરમાં સાવરણી રાખવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જગ્યા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં સાવરણી રાખવાથી ઘરમાં સંપત્તિ વધે છે.
ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી હંમેશા નીચે અથવા આડી અવસ્થામાં રાખવી જોઈએ.
રસોડામાં અને બેડરૂમમાં ક્યારેય સાવરણી ન રાખો. મુખ્ય દરવાજા પાસે પણ ન રાખો. આમ કરવાથી દરિદ્રતા, રોગ અને દુ:ખ વધે છે. સાવરણીને હંમેશા એવી રીતે છુપાવો કે કોઈ બહારની વ્યક્તિ સાવરણી જોઈ ન શકે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)