અંબાજીમાં 40 લાખથી વધુ માઈભક્તોએ વહાવ્યો દાનનો દરિયો, કરોડોમાં પહોંચી મંદિરની આવક

Fri, 29 Sep 2023-12:34 pm,

કુલ 51 શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 

23 સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો. આજે વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. 

છ દિવસમાં 40 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજીના દર્શન કર્યા. છ દિવસમાં 15.9 લાખ પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું. અંબાજી મંદિરમાં દાન ભેટની કુલ આવક 1.89 કરોડ રૂપિયા થઈ.

પહેલાં લોકો અહીં ચાલતા આવતા હતા. મા જંગદંબાને લોકો પોતાના આપણે પોતાના ઘરે પધારવા આમંત્રણ આપતા હતાં. નવરાત્રિમાં મા જગદંબા લોકોના ઘરે પધારે તેના માટે ભક્તો હાલ તેમને આમંત્રણ આપવા આવી રહ્યાં છે. માં અંબા અહીં ગરબે ગુમે છે. આસો અને ચૈત્રી અને બે ગુપ્ત નવરાત્રિ છે. કુલ ચાર નવરાત્રિ હોય છે.

માતાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં દોઢ લાખ જેટલાં પ્રસાદીના પેકેજનું વિતરણ થતું હોય છે. જોકે, હાલ ભાદવા મહિનાના અંબાજીના મેળામાં પ્રસાદી બમણી થઈ જાય છે. હાલ મેળાને કારણે છેલ્લાં છ દિવસથી એક દિવસમાં 3 લાખથી વધારે પ્રસાદીના પેકેટનું વિતરણ થાય છે. એમાંય મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી આજે ભાદવી પૂનમ હોવાથી પ્રસાદીના પેકેટનો આંકડો 5 લાખને પાર કરી જાય તો પણ નવાઈ નહીં.

અંબાજી મંદિરમાં હાલ દાન ભેટ પેઠે આવેલાં નાણાંથી કરોડોની આવક થઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તેની ગણતરી કરવામાં આવી તે સમયની તસનવીરો અહીં દર્શાવાઈ હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link