Jagannath Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળ
જગન્નાથ રથયાત્રામાં કુલ ત્રણ રથ હોય છે જેમાં ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહેવાય છે. એનો રંગ લાલ અને પીળો હોય છે. દેવી સુભદ્રાનો રથ કાળો અને લાલ હોય છે અને તેનું નામ દર્પ દલન હોય છે. જ્યારે બલરામના રથનો રંગ લીલો હોય છે અને તેને લાલ ધ્વજ કહેવાય છે.
ભગવાન જગન્નાથનો રથ ત્રણેયમાં સૌથી ઊંચો હોય છે જેની ઊંચાઈ 45.5 ફૂટની હોય છે. બાકીના બંને રથની ઊંચાઈ તેનાથી અડધાથી એક ફૂટ જેટલી ઓછી હોય છે.
રથયાત્રાના ત્રણેય રથ બનાવતી વખતે ખીલી કે કોઈપણ પ્રકારની લોઢાની વસ્તુઓનો ઉપયોગ થતો નથી. આખો રથ લાકડાથી બનેલો હોય છે અને લાકડું પણ લીમડાનું જ વપરાય છે.
રથયાત્રાના રથ બનાવવા માટે લાકડા પસંદ કરવાનું કામ પણ વસંત પંચમીથી શરૂ થાય છે. રથ બનાવવાનું કામ દર વર્ષે અક્ષય તૃતીયાથી શરૂ કરવામાં આવે છે.
જ્યારે ત્રણેય રથ બનીને તૈયાર થઈ જાય છે તો સૌથી પહેલા રાજા ગજ્પતિ તેની પૂજા કરે છે. ત્યાર પછી રાજા સોનાની જાડુથી રથ સાફ કરે છે અને પછી રથયાત્રાનો રસ્તો પણ સોનાની જાડુથી સાફ કરે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા એટલી ખાસ હોય છે કે જો કોઈ વ્યક્તિ ફક્ત રથયાત્રાના દર્શન કરી અને તેની સાથે પણ નીકળે તો તેને 100 યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. દર વર્ષે જગન્નાથપુરી ખાતે દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં લોકો રથયાત્રાનો ભાગ બનવા માટે પહોંચે છે.