SHARDIYA NAVRATRI 2023: નવરાત્રિમાં આ વસ્તુઓ ઘરે લાવશો તો થઈ જશે ધનનો ઢગલો!
શારદીય નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાની પાદુકા લઈને ઘરે દરરોજ તેમની પૂજા કરો. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે, ઘરમાં હંમેશા શુભ રહેશે.
સનાતન ધર્મમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ કળશ સ્થાપન સાથે શરૂ થાય છે. આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં માટી, ચાંદી, સોનું અથવા પિત્તળનો કળશ અવશ્ય લાવવો જોઈએ.
નવરાત્રિ દરમિયાન ઘરમાં મા દુર્ગા માતાની તસવીર અથવા મૂર્તિ લાવો અને નિયમિત વિધિ પ્રમાણે તેની પૂજા કરો. નવરાત્રિ પછી પણ દરરોજ તેની પૂજા કરો. આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. હંમેશા સુખ રહેશે.
દુર્ગા બિસા યંત્રને ચમત્કારિક સાધન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સિદ્ધ કરાયેલાં દુર્ગા બિસા યંત્રને ઘરમાં રાખવાથી તકલીફો દૂર થાય છે અને આર્થિક લાભ થાય છે. ચમત્કારિ રીતે ધનમાં વધારો થાય છે.
શારદીય નવરાત્રીના પહેલા દિવસે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદો. તેને ઘરના મંદિરમાં માતાજીની સામે રાખો અને દરરોજ તેની પૂજા કરો. નવમીના દિવસે મંદિરના ઘુમ્મટમાં આ ધ્વજ લગાવો. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)