ચાલુ મેચમાં સીનીયર ખેલાડીએ માર્યો હતો લાફો! `ટીમ ઈન્ડિયામાં બધા મને મદ્રાસી કહીને ચીડાવતા હતા`

Mon, 13 May 2024-11:39 am,

Team India: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ ખેલાડીને પહેલાં સીનીયર ખેલાડીને મેદાનમાં જ બધાની સામે લાફો ઠોકી દીધો હતો. આ ખેલાડીએ પોડકાસ્ટ પર પોતાની આપવીતી કીધી કે, 'હું આખી જીંદગી મદ્રાસી રહ્યો છું...' વર્લ્ડ કપ વિજેતા ભારતીયે વ્યક્ત કર્યું દુઃખ! ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા. તેણે ખુલાસો કર્યો છે કે તે આખી જીંદગી મદ્રાસી કહેવાતો હતો. સાથી ખેલાડીઓ પણ તેને મદ્રાસી કહીને ચીડાવતા હતા.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત, જે ભારતની 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમોનો ભાગ હતો, તેણે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એક બહુ મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેના પર થતી હતી જાતી વાચક ટિપ્પણી પણ થતી હતી. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા શ્રીસંતે તેની કારકિર્દી દરમિયાન ઘણા ચોંકાવનારા રહસ્યો જાહેર કર્યા છે.

આ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે એક પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે તેને જીવનભર મદ્રાસી કહેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે શ્રીસંતનો જન્મ કેરળમાં થયો હતો. નોંધનીય છે કે મદ્રાસી એક પ્રાદેશિક શબ્દ છે, જેનો ઉપયોગ દક્ષિણ ભારતના વતનીઓ, મુખ્યત્વે તમિલનાડુ અથવા તેના જેવા લોકો માટે થાય છે. આ પોડકાસ્ટમાં શ્રીસંતે ઘણા ચોંકાવનારા રહસ્યો જાહેર કર્યા છે.  

મદ્રાસી તરીકે ઓળખાતા શ્રીસંતે કહ્યું, 'મારું આખું જીવન... હું આ કહી શકું છું. હું અંડર-13, અંડર-14, અંડર-16 અને અંડર-19 રમી રહ્યો હતો ત્યારથી તે સાંભળી રહ્યો છું. પછી અમે કોચી (ટસ્કર્સ કેરળ) ટીમ માટે રમી રહ્યા હતા અને તે ફરીથી દેશ માટે રમવા જેવું હતું. તમને જણાવી દઈએ કે શ્રીસંતે ઓક્ટોબર 2005માં નાગપુરમાં શ્રીલંકા સામેની ODI મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ ઝડપી બોલરે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી હતી અને કુલ 169 વિકેટ લીધી હતી.

શ્રીસંતે IPLમાંથી બહાર થયેલા કોચી ટસ્કર્સ કેરળને લઈને વધુ એક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આ ટીમે હજુ સુધી તેનો પગાર ચૂકવ્યો નથી. તમને જણાવી દઈએ કે આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર IPL 2011 સીઝનમાં કોચી ટસ્કર્સ ટીમનો ભાગ હતો. આગામી સિઝન પહેલા ટીમને વિખેરી નાખવામાં આવી હતી. શ્રીસંતે કહ્યું, 'તેમને ઘણા પૈસા ચૂકવવા પડશે. તેમણે હજુ પણ આપ્યા નથી.

શ્રીસંતે આગળ કહ્યું, 'મને લાગે છે કે બીસીસીઆઈએ તમને ખરેખર પૈસા ચૂકવ્યા છે. મહેરબાની કરીને અમને ચૂકવો... કોઈપણ રીતે તમે જ્યારે પણ ચૂકવણી કરો છો, દર વર્ષે 18% વ્યાજ યાદ રાખો. ભૂતપૂર્વ પેસરે હસીને ઉમેર્યું, 'મને લાગે છે કે મારા બાળકના લગ્ન થશે ત્યાં સુધીમાં અમને ચોક્કસપણે પૈસા મળી જશે. 

કોચી ટસ્કર્સ ટીમ કાગળ પર રહી ગઈ અને અમારા પૈસા પણ ગયા, આ કહેવું છે શ્રીસંતનું. આ ટીમ ત્રણ વર્ષ માટે રહેવાની હતી અને તે પહેલા વર્ષમાં જ વિસર્જન થઈ ગઈ. અત્યારે પણ જ્યારે ખેલાડીઓ મળે છે ત્યારે અમે આ વિશે વાત કરીએ છીએ. એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આ માટે વાત કરી રહ્યો નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link