દ્રવિડની જગ્યાએ કોણ બનશે નવા કોચ? શું ધોની બનશે Team India ના Big Boss?

Wed, 15 May 2024-5:09 pm,

આ પદ માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગનું નામ સૌથી આગળ છે. જો કે, તેઓએ આ માટે અરજી કરવાની રહેશે. ફ્લેમિંગનો CSK સાથે જબરદસ્ત રેકોર્ડ છે અને તે ખેલાડીઓ માટે સ્વસ્થ ડ્રેસિંગ રૂમ વાતાવરણ બનાવવા માટે જાણીતો છે. ફ્લેમિંગે CSK મેનેજમેન્ટ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેમને આ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનવામાં આવે છે.

એન્ડી ફ્લાવર તેના શાંત સ્વભાવ અને કોચ તરીકેના વ્યાપક અનુભવ માટે પ્રખ્યાત છે. તેઓ તેમના પ્રતિભાશાળી ભાઈ ગ્રાન્ટ ફ્લાવરની સાથે 1990ના દાયકામાં ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના મુખ્ય સ્તંભોમાંના એક હતા. હાલમાં તે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના મુખ્ય કોચ તરીકે સેવા આપે છે. જેણે ટુર્નામેન્ટની શરૂઆતમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાદમાં જોરદાર વાપસી કરી હતી. ઈંગ્લેન્ડની ટીમના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓને કોચિંગ આપવા ઉપરાંત, ફ્લાવર વિશ્વભરની ઘણી ફ્રેન્ચાઈઝીનો પણ ભાગ રહી ચુક્યા છે. તેની પાસે કોચિંગનો પૂરતો અનુભવ છે.

ગૌતમ ગંભીરે તેના સીધા અને નોનસેન્સ અભિગમથી પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે તેના રમતના દિવસો દરમિયાન પણ, ગંભીર તેના વિચારોને અસરકારક રીતે રજૂ કરવા માટે જાણીતો હતો. તેણે 2011 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા અને ચેમ્પિયન બનવામાં મહત્વની ભૂમિકા ભજવી. હાલમાં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર છે. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ પ્લેઓફમાં પહોંચી છે. અગાઉ, ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. ત્યારે પણ લખનૌની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. ગંભીર પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પૂરતો અનુભવ છે અને તે એક ઉત્તમ કોચ સાબિત થઈ શકે છે.

વધુ એક મોટું નામ જે ચર્ચામાં છે તે છે વીરેન્દ્ર સેહવાગ. પોતાની આક્રમક બેટિંગ અને પાવર-હિટિંગ ક્ષમતાથી વિશ્વના શ્રેષ્ઠ બોલરોને પછાડનાર આ ખેલાડીનું નામ ગણી શકાય. સેહવાગના 'બોલ જુઓ, બોલને હિટ કરો' અભિગમે 2000ના દાયકાની શરૂઆતમાં ભારતને વિશ્વ ક્રિકેટમાં ગણનાપાત્ર બનાવ્યું હતું. ટીમમાં નવી ઉર્જા ભરવા માટે નજફગઢના નવાબને આ કામ આપવામાં આવી શકે છે. તે IPLમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે કોચ તરીકે કામ કરી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના કોચ છે. તેણે અત્યાર સુધી ટીમ સાથે શાનદાર કામ કર્યું છે. પોન્ટિંગ 2018થી દિલ્હીના કોચ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમને બે વખત ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે. તેઓએ 2003 અને 2007માં ટ્રોફી ઉપાડી હતી. પોન્ટિંગ આ પદ માટે યોગ્ય ઉમેદવાર બની શકે છે. બીસીસીઆઈ પણ તેના માટે ગંભીર છે.

હાલ લેંગર આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના મુખ્ય કોચ છે. લેંગરની ઈન્ડિયન ક્રિકેટમાં ટોચના સ્થાન માટે પસંદગી થઈ શકે છે. કારણકે, તેમણે સેન્ડપેપર ગેટની ઘટનામાંથી ઓસ્ટ્રેલિયન ટીમને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લેંગરના કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ 2021માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય તેણે બે એશિઝ શ્રેણીમાં પણ ટીમને જીત અપાવી હતી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ અને ટેસ્ટ ઓપનર જસ્ટિન લેંગરે 1990 ના દાયકાની ફેમસ ઓસ્ટ્રેલિયન ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની ટીમમાં સ્ટીવ વો, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા, રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટ જેવા મહાન ખેલાડીઓ હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link