World Cup 2023: મેક્સવેલમાં આવી કોની આત્મા? જુઓ મેદાનમાં આવેલાં તોફાનની તસવીરો

Wed, 08 Nov 2023-8:13 am,

પગમાં જકડન એટલેકે, પગ સાવ પકડાઈ ગયો હોવા છતાં, ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સના આધારે અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવીને ICC ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે. ગ્લેન મેક્સવેલની ઇનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાન સામેની આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અચાનક સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. એક સમયે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ માત્ર 91 રનના કુલ સ્કોર પર પડી ગઈ હતી, પરંતુ તેમ છતાં ગ્લેન મેક્સવેલે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી ગયું.

ગ્લેન મેક્સવેલનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મેદાન પર પડેલો છે. ગ્લેન મેક્સવેલના આ ફોટો પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે. મેક્સવેલે કમિન્સ સાથે આઠમી વિકેટ માટે 202 રનની અતૂટ ભાગીદારી કરી, જે ODI ક્રિકેટના ઈતિહાસમાં છેલ્લી ત્રણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. આ ભાગીદારીમાં મેક્સવેલના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનું યોગદાન 179 રન હતું.

મેક્સવેલે મુજીબ ઉર રહેમાન પર સતત ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાને લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું. આ પહેલા મુજીબે જ તેનો કેચ છોડ્યો હતો.

આ સાથે મેક્સવેલ ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં ટોપ સ્કોરર બની ગયો. તેણે શેન વોટસનને પાછળ છોડી દીધો જેણે એપ્રિલ 2011માં બાંગ્લાદેશ સામે અણનમ 185 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપમાં આ સૌથી મોટી જીત પણ છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાના આઠ મેચમાં છ જીતથી 12 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ત્રીજા સ્થાને છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link