Wimbledon 2022: હોલીવુડની હસ્તીઓનો અહીં જામ્યો છે મેળો! કેટ મિડલ્ટનથી માંડી ટોમ ક્રૂઝ સુધીના સિતારાઓની જુઓ તસવીરો

Mon, 11 Jul 2022-5:36 pm,

ટોપ ગન સ્ટાર ટૂર્નામેન્ટ દરમિયાન નેવી બ્લૂ સૂટમાં જોવા મળ્યો. બો ટાઈ અને પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે ટૂર્નામેન્ટમાં જોવા મળેલા ટોમ ક્રૂઝે ચાહકોના દિલ જીતી લીધા. (તસવીરઃ AFP)

અમેરિકાની 40 વર્ષની આ અભિનેત્રીએ ટૂર્નામેન્ટમાં વ્હાઈડ ડ્રેસ પહેર્યો. વિમ્બલ્ડનના 100 વર્ષ પુરા થવા પ્રસંગે તેણે ખાસ હાજરી આપી.  

અકેડમી અવૉર્ડ વિજેતા એક્ટર રામી મલિક ગર્લફ્રેન્ડ લ્યુસી સાથે વિમ્બલ્ડનમાં જોવા મળ્યા. લ્યુસી વ્હાઈટ ડ્રેસમં ખૂબસૂરત લાગી તો રામી મિલક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા. (તસવીરઃ AFP)

બ્રિટેનના શાહી પરિવારની વહુરાણી પણ વિમ્બલ્ડ જોવા પહોંચી. યલો પોલ્કા ડોટ ડ્રેસમાં કેટ મિડલ્ટમ એકદમ સોહામણી લાગી. ડ્રેસ સાથે કેટે વ્હાઈટ હેન્ડબેગ અને વ્હાઈટ શૂઝ સાથે લૂકને કમ્પલીટ કર્યો. ટૂર્નામેન્ટના રોયલ બોક્સમાં મહાનુભાવોએ સાથે બેસેલી કેટ મિડલ્ટના સિમ્પલ છતાં રોયલ લૂકે સૌના દિલ જીતી લીધા.

કિલીંગ ઈવની આ ગોર્જિયસ અભિનેત્રી વિમ્બલ્ડન દરમિયાન મજા લેતી જોવા મળી. ડાર્ક ગ્રીન કલરના ડ્રેસ અને સનગ્લાસિસ સાથે અભિનેત્રી સુંદર લાગી રહી હતી. (તસવીરઃ AFP)

2018થી જેમના સંબંધોની ચર્ચા છે તેવા આ કપલ લાંબા સમય બાદ જાહેરમાં એક સાથે જોવા મળ્યાય 44 વર્ષના આ કેપ્ટન અમેરિકા સ્ટાર બ્લૂ સૂટમાં જોવા મળ્યા જો 39 વર્ષની જેમા ચાન ચેક્સના ડ્રેસમાં સુંદર લાગી.  

ફેશનિસ્ટા તરીકે જાણીતી એલી ટૂર્નામેન્ટમાં વ્હાઈટ અવતારમાં જોવા મળી. બ્રિટિશ સિંગર અને ગીતકારે વ્હાઈટટોપ અને ટ્રાઉઝરમાં સિમ્પલ અને સોબર લૂકમાં જોવા મળી.  

ડાઉનટાઉન એબીની 87 વર્ષિય આ સ્ટારે પણ વિમ્બલ્ડમાં હાજરી આપી. બ્લૂ ડ્રેસ અને વ્હાઈટ લોફર્સમાં ડેમી સરસ લાગી રહી હતી. સાથે તેણે મોતીનો નેકલેસ પણ પહેર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link