World Cup 2023: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો, આ છે ખતરનાક અફઘાની ખેલાડીઓ

Wed, 11 Oct 2023-9:28 am,

IND vs AFG 2023:

વર્લ્ડ કપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન સામસામે. અફઘાનિસ્તાનને તમે હલકામાં નથી લઈ શકતા, કારણકે, તેનો આ ખેલાડી મેચ બદલી શકે છે.

IND vs AFG 2023:

છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાન ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને અફઘાનિસ્તાન ODI અને T20 ક્રિકેટમાં ખતરનાક ટીમ તરીકે ઉભરી આવી છે. તેમના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના શાનદાર પ્રદર્શન માટે સતત ચર્ચામાં રહે છે. 2017માં રાશિદ ખાને IPLમાં રમનાર પ્રથમ અફઘાન ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. રાશિદ ઉપરાંત અફઘાનિસ્તાનના અન્ય કેટલાક ખેલાડીઓ પણ છે જેમને લઈને ભારતે આવતીકાલની મેચમાં સાવધાન રહેવું પડશે.

રાશિદ ખાન અફઘાનિસ્તાનનો પહેલો અને એક માત્ર વર્લ્ડ વાઈડ સુપરસ્ટાર છે. દુનિયાભરમાં ક્રિકેટ ચાહકો તેની બોલિંગ અને તેની વિસ્ફોટક બેટિંગના કાયલ છે. રાશિદ ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના શરૂઆતના વર્ષોમાં ખૂબ જ સફળ રહ્યો હતો. તેની અસાધારણ રીતે અસરકારક લેગસ્પિનને કારણે તે વિશ્વભરની ટીમોની ફેવરિટ ખેલાડીઓની યાદીમાં ઘણી વખત સર્વકાલીન મહાન બોલરોમાંનો એક બન્યો છે. રાશિદ ખાન ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.

2016થી નવીન-ઉલ-હક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાન માટે રમે છે. 2016 માં અફઘાનિસ્તાનના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન, તેને તેની વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ડેબ્યૂ કરવાની તક મળી. ત્યારથી, તેણે તેની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેણે 27 મેચોમાં 8.10ની ઇકોનોમી સાથે 34 વિકેટ લીધી છે.

વિસ્ફોટક બેટિંગ અને શાનદાર વિકેટકીપિંગને કારણે રહેમાનુલ્લાહ ગુરબાઝ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ છે. તેની ચાર વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે સફેદ બોલની ક્રિકેટમાં અફઘાનિસ્તાન માટે ઘણી મેચો જીતી છે. વનડેમાં જમણા હાથના બેટ્સમેને માત્ર 15 મેચમાં ત્રણ સદી અને બે અડધી સદી સાથે 582 રન બનાવ્યા છે.

2009માં મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ સાથે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ODI ક્રિકેટમાં, નબીએ 136 મેચોમાં 2968 રન અને 144 વિકેટો અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તેણે 107 મેચોમાં તેના બેટથી 1755 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં, તેણે 7.31ની ઈકોનોમિ સાથે 87 બેટ્સમેનોને આઉટ કર્યા છે.

મુજીબ ઉર રહેમાન એક શાનદાર યુવા સ્પિનર છે. તે તેની અદભૂત મિસ્ટ્રી સ્પિન માટે જાણીતો છે. પોતાની અદભૂત પ્રતિભાથી તેણે અફઘાનિસ્તાન માટે ઘણી મેચો જીતી છે. 41 મેચોમાં 6.28 ના અદ્ભુત ઇકોનોમી રેટથી 53 વિકેટ સાથે, તે તેની રાષ્ટ્રીય ટીમ માટે મોહમ્મદ નબી અને રાશિદ ખાન પછી ત્રીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link