હમારી છોરીયા છોરો સે કમ હૈ કે? જાણો અસલી `દંગલ ગર્લ` વિશેની અજાણી વાતો
પેરિસ ઓલિમ્પિક્સ વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે. કુસ્તીબાજોના પરિવાર સાથે જોડાયેલા વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો.
વિનેશ ફોગાટે કેએમસી સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઝોઝુ કલાન, હરિયાણામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું.
આ પછી તેણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU), રોહતક, હરિયાણામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
29 વર્ષની વિનેશે 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સિવાય તેણીએ 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ફોગાટે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે.