આ પાકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી, જુઓ તસવીરો

Thu, 19 Oct 2023-3:48 pm,

પાકિસ્તાની ઓપનર અહેમદ શહેઝાદે તેની બાળપણની મિત્ર સના મુરાદ સાથે 19 સપ્ટેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા હતા. બંને ખૂબ જ પ્રખ્યાત કપલ ​​છે. સનાની સુંદરતા પણ અદ્ભુત છે. બંનેને એક પુત્ર અલી અહેમદ છે.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ગયા વર્ષે એટલે કે વર્ષ 2019માં જ ભારતની શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા. શામિયાનો પરિવાર હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામમાં રહે છે. પરંતુ શામિયા ઘણા વર્ષોથી દુબઈમાં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી. શામિયા અને હસન અલીએ પણ દુબઈમાં લગ્ન કર્યા હતા. બન્નેની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.

પાકિસ્તાની ક્રિકેટર વહાબ રિયાઝે 2013માં ઝૈનબ સાથે લગ્ન કર્યા હતા. વહાબ પાકિસ્તાનનો દિગ્ગજ બોલર રહ્યો છે. કોઈપણ બેટ્સમેન માટે તેના બોલ રમવું સરળ નહોતું.

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શોએબ મલિકે 2010માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેમના લગ્નને લઈને મીડિયામાં ઘણો વિવાદ થયો હતો, પરંતુ બંનેએ કોઈની પરવા ન કરી અને લગ્ન કરી લીધા. ઘણા વર્ષો પછી પણ બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંનેને એક પુત્ર પણ છે.

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિસ્બાહ ઉલ હકની પત્ની પણ કોઈ હીરોઈનથી કમ નથી. મિસ્બાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમના પુત્રનું નામ ફૈઝાન છે. મિસ્બાહની ગણતરી પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link