IPL 2024: 2 બેટ્સમેન...2 બોલ અને 1 ઓલરાઉન્ડર, 5 `મહારથીઓ` બતાવ્યો દમ, RCB ની નજર ટ્રોફી પર

Sun, 19 May 2024-8:27 pm,

યાદીમાં પહેલું નામ વિરાટ કોહલું છે. આરસીબીમાં આ સીઝન તેમનું યોગદાન બતાવવા માટે એક જ લાઇન પુરતી છે. કોહલી આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોપ પર છે. વિરાટે આ સિઝનમાં 14 મેચમાં 1 સદી અને 5 અડધી સદીની મદદથી 708 રન બનાવ્યા છે. ચેન્નાઈ સામેની મેચમાં તેણે 47 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી.

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ પણ ટીમને અહીં સુધી પહોંચાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ડુ પ્લેસીસે છેલ્લી સતત 6 જીતમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડુ પ્લેસિસે 14 મેચમાં 4 અડધી સદીની મદદથી 421 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નોકઆઉટ મેચોમાં તેની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

ગત સીઝનમાં રિંકૂ સિંહ વિરૂદ્ધ સતત 5 સિક્સર ખાનાર ફાસ્ટ બેટ્સમેન યશ દયાળે આરસીબીમાં આવ્યા બાદ કાયા પલટી દીધી છે. RCB તરફથી દયાલ આ સિઝનમાં સૌથી સફળ બોલર છે. તેણે અત્યાર સુધી 13 મેચમાં 15 વિકેટ ઝડપી છે. ઉપરાંત, દયાલે ચેન્નાઈ સામેની મેચની છેલ્લી ઓવરમાં ધોનીની વિકેટ લઈને 17 રનનો બચાવ કર્યો હતો. તેની બોલિંગના કારણે આરસીબીએ 27 રનથી મેચ જીતી લીધી હતી.

ફાસ્ટ બોલર મોહમંદ સિરાઝે પણ સારી બોલિંગ કરી. જોકે IPL 2024ની શરૂઆતમાં સિરાજ તે લયમાં જોવા મળ્યો ન હતો. તેણે અત્યાર સુધી 13 મેચમાં 13 વિકેટ ઝડપી છે. તાજેતરમાં સિરાજે પંજાબ સામે 3 વિકેટ ઝડપી હતી. તેણે CSK સામે 1 વિકેટ લીધી હતી.

આઇપીએલ 204 માં ઇંગલેડના સારા ઓલરાઉન્ડર વિલ જેક્સની હાજરીએ ટીમને મજબૂત બનાવી દીધી. વિલ જેક્સને મેક્સવેલની જગ્યાએ સ્થાન મળ્યું હતું. તેણે પોતાના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી દિલ જીતી લીધું. પરંતુ ચેન્નાઈ સામેની મેચ પહેલા જ જેક્સ રાષ્ટ્રીય ફરજ બજાવવા ઘરે પહોંચી ગયો છે. જેક્સે 8 મેચમાં 1 સદી અને 1 ફિફ્ટીની મદદથી 230 રન બનાવ્યા હતા. આ સિવાય જેક્સ પણ ખૂબ જ આર્થિક રીતે બોલિંગ કરતો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link