રાજસ્થાનનું તે મંદિર, જ્યાં 3 પ્રધાનમંત્રીઓએ ઝુકાવ્યું શીશ અને જતી રહી ખુરશી
રાજસ્થાનના અરાવલીના ખોળામાં બનાસ નદીના કાંઠે નાથદ્વારામાં બાંધવામાં આવેલા શ્રીનાથજીનું મંદિર, વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ સાત -વર્ષના 'બાળક' અવતાર તરીકે ગાદીમાં છે.
શ્રીનાથજીના મંદિરમાં અત્યાર સુધી દુનિયાભરના અનેક સેલિબ્રિટી દર્શન કરવા આવી ચુક્યા છે. અંબાણી પરિવારથી લઈને દેશના મોટા નેતા અને બોલીવુડના લોકો અહીં દર્શન કરવા આવે છે.
શ્રીનાથજી સાથે જોડાયેલું એક મિથક પણ છે, કહેવામાં આવે છે કે જ્યાં સુધી કોઈપણ પ્રધાનમંત્રીએ અહીં આવી ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા છે, તે બીજીવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા નથી.
કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીએ પણ ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા બદા અને થોડા દિવસ બાદ ઈમરજન્સી લાગી હતી. ત્યારબાદ તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.
આ પ્રકારે ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવે પણ ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ બંને બીજીવાર પ્રધાનમંત્રી બની શક્યા નહીં.
અંબાણી પરિવારની શ્રીનાથજીમાં ખુબ ઉંડી શ્રદ્ધા છે, તેવામાં કોઈ મોટા પ્રોજેક્ટ પહેલાં અંબાણી પરિવાર અહીં પહોંચી જરૂર પૂજા-અર્ચના કરે છે.