Health Tips: શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે

Fri, 15 Sep 2023-7:45 am,

શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તો તેના કારણે થાક, ત્વચા નિસ્તેજ થવી, માથાનો દુખાવો, સ્ટ્રેસ, પેટની સમસ્યા, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી હોય છે.

આમ તો સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે વાસી ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.પરંતુ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જેને ખાવાથી વિટામીન B12ની ઊણપ દુર થઈ શકે છે. 

જો તમે ઘઉંના લોટની રોટલીને રાત્રે બનાવી અને બીજા દિવસે ખાવ છો તો તેમાં રાત્રે આવેલા આથાના કારણે શરીરને ફાયદો થાય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા વિટામિન B12 ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. 

વાસી રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. વાસી રોટલીનું સેવન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

સંશોધન અનુસાર વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે માછલી, લીવર, રેડ મીટ, ઇંડા, દૂધ, ચીઝ, દહીં, પણ ખાઈ શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link