કાર, બાઇક ચલાવનાર ધ્યાન આપે, બદલાઇ જશે તમારી પર્સનલ ઇંશ્યોરન્સ પોલિસી!
ઇંશ્યોરન્સ રેગુલેટર IRDAIએ ગાડીઓ માટે પર્સનલ એક્સીડેન્ટ કવરમાં પણ સ્ટાડર્ડ પોલિસી લાવવાની જાહેરાત કરી છે. તેના માટે IRDAI એ ડ્રાફ્ટ સર્કુલર જાહેર કર્યું છે.
આ ડ્રાફ્ટ સર્કુલરના અનુસાર ઇંશ્યોરન્સ ઇંડસ્ટ્રીમાં ઘણા પર્સનલ એક્સીડેન્ટ પ્રોડક્ટ હાજર છે. જેની શરતો અલગ અલગ હોય છે. એવામાં કોઇ ગ્રાહક માટે કઇ પ્રોડક્ટ લેવી છે, આ પસંદગી કરવી કઠિન હોય છે. એટલા માટે નવી પ્રોડક્ટમાં તમામ કંપનીઓના ફીચર્સ એક સમાન હશે.
IRDAI એ પર્સનલ એક્સીડેન્ટ કવર સ્ટાડર્ડ પોલિસી લાવવા માટે વિમા કંપનીઓએ કહી દીધું છે, પરંતુ વિમા કંપનીઓને આ વાતની છૂટ રહેશે કે તે પોતાના અનુસાર ગ્રાહક પાસેથી પ્રીમિયમ લઇ શકશે. એટલે કે પ્રોડક્ટની શું કીંમત હશે તેમાં IRDAI દરમિયાનગિરી નહી કરે.
IRDAI આ પગલાં એટલા માટે ભર્યા છે કે ગ્રાહકોને વિમા પસંદગીમાં સમસ્યા ન થાય, સાથે જ સ્ટાડર્ડ પોલિસી આવતાં મોટર ઇંશ્યોરન્સમાં મિસ-સેલિંગ પર પણ પ્રતિબંધ લાગશે.
ગાડી માલિકો માટે પર્સનલ એક્સીડેન્ટ કવર લેવો જરૂરી હોય છે. તેમાં કોઇ અકસ્માતમાં પોલિસીધારકનું મૃત્યું અને કાયમી વિકલાંગતા કવર થાય છે.