Salman, Shah Rukh Khan થી લઈ Dilip Kumar સુધી આ સિતારાઓનું છે અફઘાન કનેક્શન! અમુક તો અફઘાની જ છે!
બિગ બોસથી ચર્ચામાં આવેલી અર્શી ખાન પણ મૂળ અફઘાની છે. તે 4 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર અફઘાનિસ્તાનથી ભોપાલ આવ્યો હતો.
બોલીનૂડના કિંગ ખાન અને રોમાન્સના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન મૂળ અફઘાની છે. તે ઘણી વખત પોતે પણ કહી ચુક્યા છે, કે તે અફઘાની પઠાણ છે. શાહરૂખનના દાદા વર્ષો પહેલાં કમાવવા માટે અફઘાનથી ભારત આવ્યા હતા. અભિનેતા શાહરૂખ ખાનના પિતા દિલ્લીમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં કેન્ટિન ચલાવતા હતા.
બોલીવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના પૂર્વજોએ પણ અફઘાનિસ્તમાં થતી હેરાગતિથી કંટાળીને ભારતમાં આવવાનો નિર્ણય લીધો હતો. સલમાનના દાદા તે સમયે બ્રિટીશ સેનામાં સૈનિક તરીકે કામ કરતા હતા. સલમાન ખાનના પિતા સલીમ ખાને આજીવિકા ખાતર મધ્ય પ્રદેશના ઈન્દોરથી મુંબઈ આવ્યા હતા.
ક્રિકેટર મંસુર અલી ખાનના પુત્ર સૈફ અલી ખાનનું ખાનદાન પણ અફઘાની મૂળનું છે. 16મી સદીમાં સૈફના પૂર્વજ લોધી સામ્રાજ્યની સેવા કરવા માટે દિલ્લી આવ્યું હતું. જે બાદ તેમનું પુરુ પરિવાર ધીમે-ધીમે ભોપાલમાં આવી ગયું.
કાદર ખાન અફઘાનિસ્તાનના કાબૂલમાં જન્મયા હતા. તેમના પિતા અદબુલ રહમાન ખાન કાંદાહારના હતા. જ્યારે, તેમના માતા ઈક્બાલ બેગમ બલોચિસ્તાનના હતા. કાબૂલથી કાદર ખાનના પિતા મુંબઈમાં આવ્યા હતા.
ફિરોઝ ખાન મૂળ અફઘાની હતા. ફિરોઝ ખાનના પિતા સાદિક અલી ખાન ગઝનીના અફઘાની પસ્તુન હતા. ફિરોઝ ખાન અફઘાનિસ્તાનના એટલા નજદીક હતા કે, તેમણે ધર્માત્મા અને જાનશીન જેવી ફિલ્મોનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કર્યું હતું.
ડાન્સ કોરિયોગ્રાફર ફરાહ ખાનના પિતા અફઘાનિસ્તાનના હતા. પછી તે મુંબઈમાં આવ્યા અને એક મોટા ફિલ્મ મેકર બન્યા.
સ્વર્ગીય દિલીપ કુમારના પૂર્વજ પણ અફઘાની હતા. અફઘાનિસ્તાનમાં હેરાનગતિના પગલે દિલીપ કુમારના પૂર્વજ પાકિસ્તાનમાં આવ્યા હતા. ત્યારબાદ, ભારત-પાકિસ્તાન અલગ થયું અને દિલીપ કુમાર ભારતમાં આવી ગયા.