આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ, થોડા જ સમયમાં ઉતરી જશે આંખના નંબર, નહીં પહેરવા પડે ચશ્મા
આંખ માટે આમળા વરદાન છે તે વિટામીન સી થી ભરપૂર હોય છે અને જો તમે તેનું સેવન નિયમિત કરો તો આંખમાં ચશ્મા રહેતા નથી. તેથી પોતાની ડાયટમાં આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ.
બદામ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને ઘણા ફાયદા થાય છે. બાળકોને રોજ પલાળેલી બદામ ખવડાવવાથી તેમની આંખની રોશની પણ વધે છે.
ગાજરનું સેવન મોટાભાગે લોકો સલાડ તરીકે કરે છે. ગાજર ખાવા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી આંખની રોશની સુધરે છે.
લીલા શાકભાજી ખાવાથી વાળ અને સ્કીન બંનેને ફાયદો થાય છે અને તેની સાથે જ આંખને પણ ફાયદો થાય છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે અને આંખની નબળાઈ દૂર થાય છે.