SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ!, લગ્ન અને ભણતરમાં કરો ઉપયોગ

Wed, 05 Jul 2023-3:03 pm,

SBI એ માહિતી આપતા કહ્યું છે કે બેંક સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓને પૂરા 15 લાખ રૂપિયા આપી રહી છે. તમે આ પૈસાનો ઉપયોગ અભ્યાસ અથવા લગ્ન માટે કરી શકો છો.

બેંકે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. SBIએ કહ્યું છે કે બેંક દ્વારા દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme) ની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં તમે માત્ર 250 રૂપિયા જમા કરાવીને તમારી દીકરીને લખપતિ બનાવી શકો છો.

આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે તમને ગેરેન્ટેડ આવકનો લાભ મળે છે. આ સાથે તમને ટેક્સ છૂટનો લાભ પણ મળશે. આ યોજના ખાસ કરીને બાળકીઓ માટે છે. છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા આ યોજનાની સુવિધા આપવામાં આવે છે.

આ સિવાય સરકાર હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. આ સિવાય તમે 2 દીકરીઓ માટે પણ આ સ્કીમ લઈ શકો છો. બીજી તરફ જો પહેલી દીકરીને જન્મ આપ્યા બાદ વધુ બે જોડિયા દીકરીઓ હશે તો આ સ્થિતિમાં ત્રણેય દીકરીઓને આ સરકારી યોજનાનો લાભ મળશે.

તમે વધુમાં વધુ 15 વર્ષ સુધી આ ખાતું ખોલાવી શકો છો. જો તમે આ સ્કીમના હપ્તા સમયસર જમા નહીં કરાવો તો તમારે 50 રૂપિયા પેનલ્ટી ચૂકવવા પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link