કોન્ડોમ બનાવનારી કંપની પર કેમ લટ્ટું થયા વિદેશી રોકાણકારો? જાણીને તમને નહીં થાય વિશ્વાસ

Thu, 24 Oct 2024-10:08 pm,

શેરબજારમાં ઘટાડા પાછળ વિદેશી રોકાણકારો સતત શેર વેચી રહ્યાં છે. આમ છતાં કેટલાક સ્ટોક એવા છે. જેમાં વિદેશી રોકાણકારો જબર દસ્ત રોકાણ કરી રહ્યાં છે.

વિદેશી રોકાણકારો કોન્ડોમ બનાવનારી કંપની પર લટ્ટું થઈ ગયા છે. આ સ્ટોકની જબરદસ્ત ખરીદી કરી રહ્યાં છે. જેને કારણે ભારતીય રોકાણકારોના રૂપિયા પણ ડબલ થયા છે.  

આ કંપનીએ મેનકાઈન્ડ ફાર્મા છે. એક્સચેન્જ પર જાહેર આંકડાઓ પરથી એ સાફ થાય છે. એફઆઈ આઈની ખરીદી લાંબા સમયથી ચાલી રહી છે. સપ્ટેમ્બર 2023માં આ હિસ્સેદારી 4.18 લાખ ટકા હતી.

ડિસેમ્બર 2023માં આ રોકાણ 6.74 ટકા હતું. માર્ચ 2024 બાદ આ વધીને 9.87 ટકા, જૂન 2024માં એફઆઈઆઈની હિસ્સેદારી વધીને 11.58 ટકા થઈ હતી. સપ્ટેમ્બરમાં આ આંક વધીને 12.37 ટકાએ પહોંચ્યો છે. 

મેનકાઇન્ડ ફાર્માનો આઈપીઓ 9 મે 2023ના રોજ લિસ્ટ થયો હતો. શેર 1080ના ઈશ્યુ પ્રાઈઝથી 1,430 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આજે શેરનો ભાવ એ 2500 રૂપિયાને વટાવી ગયો છે. શેરનો ઓળટાઈમ ભાવ 2,835 રૂપિયા છે. 

આ શેરમાં એક વર્ષ પહેલાં રોકાણ કરનારના રૂપિયા ડબલ થઈ ગયા છે. તમે 1 લાખ રોક્યા હોય તો આ રૂપિયા હાલમાં 2 લાખ રૂપિયા હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link