આવી રહ્યો છે ભારતના ઈતિહાસનો સૌથી મોટો 25000 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ
Hyundai Motor India IPO: IPO બજાર ગરમ છે. વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે જે ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. 21 વર્ષ પછી કોઈ ઓટોમોબાઈલ કંપની ભારતીય બજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. અમે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ આપતા નથી. તમારે કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)
આ કંપનીનું નામ હ્યુન્ડાઈ મોટર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ IPOને મંજૂરી આપી દીધી છે. IPO પ્રપોઝલ પેપર રેગ્યુલેટરને જૂનમાં સબમિટ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ IPO 25000 કરોડ રૂપિયાનો હશે. આ IPO ઓક્ટોબર મહિનામાં ખુલી શકે છે.
માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે હ્યુન્ડાઈ મોટરનો રૂ. 25,000 કરોડનો આઈપીઓ ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. અગાઉ, LICનો રૂ. 21000 કરોડનો IPO મે 2022માં આવ્યો હતો. Paytm નો 18300 કરોડનો IPO નવેમ્બર 2021માં આવ્યો હતો. ચાલો માર્કેટ ગુરુ પાસેથી જાણીએ કે Hyundai Motorના IPOમાં શું ખાસ હશે.
Hyundai Motor IPOનું કદ 25000 કરોડ રૂપિયા હશે. આ સંપૂર્ણ રીતે OFS એટલે કે ઓફર ફોર સેલ હશે. પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર તેમાં પોતાનો 17.5% હિસ્સો વેચી રહી છે. વેલ્યુએશન 1.76 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. હ્યુન્ડાઈ મોટરે 1996માં ભારતમાં તેની કામગીરી શરૂ કરી હતી. આ કંપની ભારતમાં છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મારુતિ સુઝુકીનો IPO વર્ષ 2003માં આવ્યો હતો.
જો આપણે DRHPના કેટલાક મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો, કંપનીએ વર્ષ 2015માં પ્રથમ સ્થાનિક રીતે બનાવેલી SUV Creta લોન્ચ કરી હતી. તેના માર્કેટમાં કુલ 13 કાર છે જેમાંથી 8 SUV છે. કંપનીની સ્થાનિક આવકનો 66% આ સેગમેન્ટમાંથી આવે છે, જે ઉદ્યોગ કરતા વધારે છે.
એવું માનવામાં આવે છે કે પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર આ લિસ્ટિંગની મદદથી ભારતને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવા માંગે છે. હાલમાં Hyundai India નો બજાર હિસ્સો લગભગ 15% છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. અમે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ આપતા નથી. તમારે કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)