Photos : ગુજરાતની આ 3 દીકરીઓને સાપ પકડતી જોઈને લોકો હક્કાબક્કા રહી જાય છે
છેલ્લાં ઘણા સમયથી દેશભરમાં વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારોના છેવાડાના વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં આવી ચઢે છે. તો સાપ પણ દર છોડીને બહાર નીકળે છે. ખાસ કરીને સાપ, પાટલા ઘો, નરોળિયા, કાંચીડા જેવા ઝેરી અને બિન ઝેરી સરીસૃપો પણ નીકળતા હોય છે. આવા સમયે આવા નિસ્વાર્થપણે કામ કરતા એનજીઓ અને તેમા ટ્રેનિંગ લીધેલા લોકો બહુ જ ઉપયોગી બને છે. સાથે સાથે નિર્દોષ પ્રાણીઓનું રક્ષણ પણ થાય છે. તેમાં પણ યુવતીઓને આવા જેરી પ્રાણી પકડતા જોઈને ગર્વ અનુભવવા જેવી વાતે છે. જસદણની રૂચિતા ગોંડલીયા, રાજકોટની હિના ચાવડા અને કચ્છની અક્ષીતા પટેલને સાપ પકડતા જોશો તો તમે પણ છક થઈ જશો.
સ્ત્રી સશક્તિકરણની વાતો તો ખૂબ થાય છે પણ આવી દીકરીઓ જ્યારે સાહસનું કામ કરતી હોય અને પુરુષોને પણ હંભાવે ત્યારે તેમના વખાણ કરવા જોઈએ. આ યુવતીઓ માત્ર દેખાડો કરવા માટે સાપ રેસક્યુનુ કામ કરતી નથી, પરંતુ પણ દિલથી આ કામ સાથે જોડાયેલી છે.
સાથે સાથે જ્યાં પણ સાપ કે વન્ય પ્રાણીઓને રેસ્ક્યૂ કરવા માટે જાય છે ત્યાપે ત્યાંના લોકોને તે પ્રાણી માટેની સંપૂર્ણ જાણકારી આપે છે. જ્યારે સાપ નીકળે ત્યારે શું કાળજી રાખવી તેની પણ લોકોને માહિતી આપે છે અને બીજી દિકરીઓને આવુ કામ કરવાની પ્રેરણા આપે છે.