બાળકો, મહિલાઓ, જજ અને પોલીસ સહિત 150 લોકોની હત્યા કરનારા હેવાનને કોર્ટે છોડી દીધો!!! બોલો આવું તો કંઈ હોય...
ઈટલીના માફિયા ડોન જીઓવન્ની બ્રુસકા વિશે કદાચ જ કોઈ જાણતું નહીં હોય. આ એક એવા હેવાનની વાત છે જેના કારનામાં જાણી લોકોમાં ભયથી થરથર કાપતા હતાં. માત્રને માત્ર લોકોમાં દહેશત ફેલાવવા માટે આ હેવાન એવા કૃત્યો કરતો હતો જેણે માનવતાને શર્મશાર કરી હતી. માત્ર 11 વર્ષના બાળકનું અપહરણ કરી તેને એસિડના ટબમાં ડૂબાડીને મારી નાખ્યો હતો આ ઘટના બાદ ઈટલીના લોકોના હદય બેસી ગયા હતા. આ ઘટના બાદ હેવાનને પકડવાની માગ કરાઈ પણ તેને પકડી શકાયો નહોતો. ત્યાર બાદ જીઓવન્ની બ્રુસકાની ગેંગની હિંમત વધતી ગઈ અને ગુનાખોરીમાં પક્કડ પણ વધતી ગઈ. જીઓવન્ની બ્રુસકાએ ઈટલીના સૌથી મોટા સરકારી વકીલ જીઓવન્ની ફાલ્કનની પણ હત્યા કરી દીધી હતી.
એક રિપોર્ટ અનુસાર જીઓવન્ની બ્રુસકા ઈટલીમાં નામી માફિયા ડોન રહી ચૂક્યો છે. વર્ષ 1970થી લઈ તેણે ઈટલીમાં દહેશત ફેલાવાનું શરૂ કર્યું હતું અને પોતાની ગેંગ સાથે મળી એક પછી એક 150 લોકોની હત્યા કરી દીધી હતી. મૃતકોમાં પોલીસ અધિકારી, વકીલ અને જજ સહિત સામાન્ય જનતા પણ સામેલ હતી.
જીઓવન્ની બ્રુસકાએ ગેંગ સાથે મળી વર્ષ 1996માં એન્ટી માફિયા કોર્ટના જજની કારને બોમ્બથી ઉડાડી દીધી હતી. આ ઘટનામાં જજ અને તેમના સુરક્ષાકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી ઈટલી સરકારનું વલણ માફિયા ડોન પ્રત્યે કડક થઈ ગયું અને પોલીસ-તંત્રએ ઓપરેશન ચલાવી આ હેવાનની ધરપકડ કરી લીધી હતી. બાદમાં કોર્ટે તેને 25 વર્ષની સજા સંભળાવી હતી.
સજા પૂર્ણ થયા બાદ કોર્ટે હવે જીઓવન્ની બ્રુસકાને મુક્ત કર્યો છે ત્યારે તેની ઉંમર 64 વર્ષની છે. તેની મુક્તિથી અત્યારચારના શિકાર બનેલા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. એક મહિલાના પતિની આ માફિયાએ હત્યા કરી હતી જે કહે છે કે સરકાર અમારા ઘા પર મીઠું ભભરાવી રહી છે. અંદાજિત 29 વર્ષ પહેલા તેના પતિ સહિત અનેક લોકોની હત્યા થઈ હતી.
મળતી માહિતી મુજબ જીઓવન્ની બ્રુસકા પહેલાં નાના મોટો ગુનેગાર હતો અને સાથે જ પોલીસનો બાતમીદાર હતો. ત્યારબાદ પોલીસના આશ્રયમાં જ તેણે પોતાની ગેંગ તૈયાર કરી લીધી. અને પછી વિરોધીઓની કરવામાં લાગ્યો હત્યા. આ બાદ તેનું નામ ઈટલીના સૌથી મોટા માફિયા ડોનના રૂપમાં કુખ્યાત થઈ ગયું.