Bollywood માં સૌથી વધારે રેપ સીન આપનારી Actress ક્યાં ગાયબ થઈ ગઈ? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
નઝીમા (Nazima) ને જોવા ત્યારે થિયેટરોમાં ભીડ જામતી હતી. જોકે, તેને કાંતો હીરો-હીરોઈનની બહેન અથવા તો સહેલીનો જ રોલ મળતો હતો. જોકે, તેણે જબરદસ્ત રેપ સીન આપીને સૌ કોઈને ચોંકી દીધાં.
નઝમા એવી અદાકારા હતી જેણે પોતાના દમ પર પોતાના માટે બોલીવુડમાં એક અનોખું મુકામ હાંસલ કર્યું. 70-80ના દશકમાં જ્યારે મહિલા પર અત્યાચારની વાતને જ્યારે ફિલ્મોમાં દર્શાવાતી હતી ત્યારે આવા મોટાભાગના દ્રશ્યોમાં નઝમાં જ દેખાતી હતી. રેપ સીનમાં તેની અદાકારી જોઈને બીજી અભિનેત્રીઓ પણ ડરતી હતી.
નઝીમા (Nazima) એ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યાર બાદ તેમણે જિદ્દી, આરઝૂ, એપ્રિલ ફૂલ, આયે દિન બહાર કે, ઔરત જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.
નઝીમા (Nazima) ને હિન્દી ફિલ્મોમાં લીડ હીરોઈન બનવું હતું. અને બધી રીતે તે એના માટે લાયક પણ હતી. પણ તેને ફિલ્મોમાં સાઈડ રોલ જ મળતા રહ્યાં. અને મજબુરીના કારણે તે આવા રોલ કરતી રહી.
નઝીમા (Nazima) ને એ વાતનો ડર હતોકે, લોકોને તેને ભૂલી ન જાય. તેમને કામ મળવાનું બંધ ન થઈ જાય. એ વાત તેમણે 1968માં એક ઈંટરવ્યૂ દરમિયાન પણ કરી હતી.
માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં જ નઝીમા (Nazima) એ દૌરની સુપરહીટ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી હતી. સફળતાની શિખરો સર કરવાની સપના જોનારી નઝીમાને ક્યાં ખબર હતી કે મોત તેની રાહ જોઈ રહી છે.
નઝીમા (Nazima) એ માત્ર 27 વર્ષની નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. તે કેન્સરની બિમારીથી પીડાઈ રહી હતી અને તેના કારણે જ તેનું નિધન થઈ ગયું. તેની ઘણી ફિલ્મો એવી હતી જે તેના મૃત્યુ બાદ રિલીઝ થઈ અને તે ફિલ્મો પણ સુપરહીટ રહી.