Covid-19: મહામારીના સાઇડ ઇફેક્ટ, મહિલાને સેક્સ દરમિયાન આવે છે આ સમસ્યા

Wed, 24 Mar 2021-8:22 pm,

જોકે કોરોના (Corona) એ પોતાના લક્ષણ બદલી દીધા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કેટલાક લોકોની અંદર લાંબા સમય સુધી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. દેશ અને વિદેશમાં દરેક જગ્યાએ લોકોએ સોશિયલ મીડિયા અથવા પછી સરકારી હોસ્પિટલોના સર્વેમાં પોતાના અનુભવ શેર કર્યા છે. આ દરમિયાન વિદેશની એક મહિલાનો દાવો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. 

પ્રી કોરોના સિંપટમ અને પોસ્ટ કોરોના સિંપટમને લઇને અત્યાર સુધી આવેલી શોધના પરિણામોમાં આ મામલો સાંભળવામાં થોડો વિચિત્ર લાગી શકે છે. જોકે આ મહિલાનું કહેવું છે કે તેને પોતાના પતિ સાથે અંગળ પળો દરમિયાન વિચિત્ર સડેલી અને ગળ્યું ખાદ્યાની સ્મેલ અનુભવાય છે. ડોક્ટરોનું કહેવું છે કે મેડિકલ સાયન્સની ભાષામાં તેને પૈરાનોસ્મિયા (Paranosmia) કહેવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિ તેની ફેવરેટ સુગંધથી એકદમ અલગ હટી જાય છે. એવામાં કેટલાક લક્ષણ દુનિયાભરના ડોક્ટર્સ પોતાની રિસર્ચમાં બતાવી ચૂક્યા છે.  

ટેસ્ટ અને સ્મેલની ખબર ન પડવી જેવા લક્ષણ ગત વર્ષે મે 2020 માં NHS એ પોતાની સત્તાવાર રિપોર્ટમાં એડ કર્યું હતું. શરીરમાં થનાર કોઇપણ અસામાન્ય ફેરફારને નજરઅંદાજ કરવાના બદલે તાત્કાલિક ડોક્ટરને મળી પોતાના શરીરની તપાસ કરાવવી યોગ્ય રહે છે. આશ્વર્યની વાત એ છે કે કોરોના વાયરસથી પ્રભાવિત લોકોનું કહેવું છે કે તેમના સુંઘવાની ક્ષમતા તો યથાવત છે પરંતુ તેમાં વિચિત્ર પરિવર્તન આવ્યું છે. એવી ઘણી વસ્તુઓ છે જેની સુગંધ પહેલાં સારી લાગતી હતી પરંતુ તેમાં વિચિત્ર ફેરફાર આવ્યો છે.

ધ સનમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર તાજો મામલો અમેરિકાના નેશવિલેમાં રહેનાર એક મહિલાએ પોતાને Paranosmia થી પીડિત હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે સેક્સ દરમિયાન તેમને એકદમ વિચિત્ર દુર્ગંધ આવે છે હવે તે પાર્ટનર સાથે ઇંટીમેંટ ઇચ્છતી નથી. 35 વર્ષની આ મહિલા ગત વર્ષે નવેમ્બરમાં કોરોના સંક્રમિત થઇ હતી. તેમણે એક મીડિયા હાઉસને જણાવ્યું કે તેમનું ધ્યાન હાલમાં આ લક્ષણ તરફ ગયું. તેમણે કહ્યું કે આ કારણે તે એકદમ માનસિક તણાવમાંથી પસાર થઇ રહી છે કારણ કે તેની અસર હવે તેમની પરણિત જીંદગી પર પડી રહી છે. 

સમાંથાએ આ કારણે પોતાની માના ઘરે જવાનું બંધ કરી દીધું છે કારણ કે આ પરેશાની ઉપરાંત ઘણી બધી વસ્તુઓની સ્મેલ તેમની મુશ્કેલી વધારી દીધી છે. તાજેતરમાં જ થયેલા એક સ્ટડી અનુસાર કોવિડ 19થી સંક્રમિત થયેલા 47 લોકોમાં સ્વાદ ન મળવા અથવા સુંધવાના લક્ષણોમાં ફેરફારની ફરિયાદ જોવા મળી છે. BDJ ની સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે  કે સર્વેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ Paranosmia થી પીડિત હોવાને ફરિયાદ નોંધાવી હતી. સર્વેમાં સામેલ ઘણી મહિલાને આ પ્રકારના પોતાનામાં લક્ષણ જણાવ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link