10 હજારમાં બુક કરો 3 પૈડાવાળી Electric Car, 40 પૈસામાં દોડશે 1KM; જોરદાર છે ફીચર

Sat, 17 Jul 2021-12:50 pm,

Strom Motors એ આ જોરદાર લુકવાળી ઇલેક્ટ્રોક કારને લોન્ચ કરી છે, અને તેને Strom R3 નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે કંપનીએ ભારતમાં બુકિંગ પણ શરૂ કરી દીધું છે. Strom R3 નું પ્રી-બુકિંગ મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં તમે ફક્ત 10,000 રૂપિયા આપીને બુક કરાવી શકો છો. આ સસ્તી કાર અને વ્યાજબી કારમાં ઘણી ખૂબીઓ છે. 

આ કારનો લુક પોતાના તરફ આકર્ષિત કરશે. આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ પૈડા છે. પરંતુ તેનો લુક થ્રી-વ્હીલર જેવો બિલકુલ નથી. તેમાં એક પૈડું પાછળ અને બે પૈડા આગળ છે જે તેને ગજબ લુક આપે છે. તમે ઇલેક્ટ્રિક કાર Storm R3 ને જોઇને ખરેખર દંગ રહી જશો. ત્રણ પૈડાવાળી આ નાનકડી કારને દુનિયાની સૌથી સસ્તી કાર ગણાવવામાં આવી રહી છે. 

Strom Motors એ જણાવ્યું કે તેનું બુકિંગ આગામી થોડા અઠવાડિયા સુધી ખુલ્લુ રહેશે. સાથે જ શરૂઆતમાં ગ્રાહકોને 50,000 રૂપિયાના મૂલયના અપગ્રેડ્સનો ફાયદો પણ આપવામાં આવશે. તેમાં કસ્ટમાઇઝ્ડ કલર ઓપ્શન, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ અને ત્રણ વર્ષ સુધી ફ્રી મેન્ટેનેંસ સામેલ છે. કંપનીનું માનીએ તો સિંગલ ચાર્જમાં Strom R3 લગભગ 200 કિમીનું અંતર કાપે છે. તેમાં 4G કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જીન છે, જે ચાલકને ટ્રેક લોકેશન અને ચાર્જનું સ્ટેટસ બતાવે છે. 

કંપનીના અનુસાર આ વર્ષે બુકિંગ કરવા પર ટૂ-સીટર ઇલેક્ટ્રિક કારની ડિલિવરી 2022 થી શરૂ થઇ જશે. મીડિયા રિપોર્ટના અનુસાર અત્યાર સુધી આ કારને 7.5 કરોડ રૂપિયાના લગભગ 165 યુનિટ્સનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ આંકડો ફક્ત ચાર દિવસનો છે. અત્યારે ફક્ત દિલ્હી અને મુંબઇમાં જ Strom R3 નું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ જલદી જ બીજા શહેરોમાં પણ બુકિંગ શરૂ થશે. તેની શરૂઆતી કિંમત 4.5 લાખ રૂપિયા છે. 

કંપનીના અનુસાર આ કારને તે લોકો માટે બનાવવામાં આવી છે જે શહેરની અંદર દરરોજ 10 થી 20 કિમીનું અંતર ટ્રાવેલ કરે છે. સાથે જ કંપનીએ એ દાવો કર્યો છે કે આ કારને ચલાવવાનો ખર્ચ 40 પૈસા પ્રતિ કિલોમીટર છે. તમને જણાવી દઇએ કે આ કારને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link