આખરે કેમ શાહરૂખ ખાનની લાડલી દીકરી Suhana Khanના નીકળ્યા આંસૂ, જુઓ Pics...
માર્ચમાં દેશભરમાં થયેલા લોકડાઉનના કારણે સુહાના પણ ઘરમાં ક્વોરન્ટાઇન હતી. હવે સુહાનાને એક તસવીરમાં રડતી જોવામાં આવી રહી છે. તેણે જાતે આ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
સાથે જ અન્ય એક તસવીરમાં, તે એક ગંભીર વિચાર કરતી પણ જોવા મળી રહી છે. થોડા સમયમાં ફોટોએ 1 લાખ 72 હજારથી વધારે લાઇક્સ મેળવી છે.
અભિનેતા સંયજ કપૂરની પત્ની મહીપ કપૂરે સુહાનાની પ્રશંસા કરી, જ્યારે સીમા ખાન અને ફેશન ડીઝાઇનર મોનિશા જયસિંહએ તેમની કોમેન્ટ સેક્શનમાં દિલ વાળી ઇમાજી બનાવી છે.
ચાહકોએ પણ તેમના ફોટો પર લાઇક અને કોમેન્ટની સાથે તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં સુહના અને તેની માતા ગોરી બંને અલગ અલગ પ્રકારના લુકની સાથે પ્રયોગ કરી રહી છે.
આ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન તસવીરો ક્લિક કરે છે, આ તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.
આ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુહાના ખાનની તસવીર શેર કરતા ગૌરીએ લખ્યું હતું, નો હેર!!! કોઇ શનગાર નહીં!!!! બસ મારી ફોટોગ્રાફી!!!!
ગૌરીએ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન સુહાનાની વધુ એક ક્લિક પણ શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું તું, લર્નિંગ... @suhanakhan2 #indoor #activity...'
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તેણે ઘણી વાર અભિનયમાં તેની રૂચી વ્યક્ત કરી છે.
તેણે કોલેજ અને સ્કૂલમાં નાટકોમાં પણ ભાગ લીધો હતો અને YouTube પર ટૂંકી ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી છે.
તમામ તસવીરો સાભાર: Instagram@Suhana2