30 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને શનિદેવ, આ જાતકોને દરેક ક્ષેત્રે મળશે સફળતા, શરૂ થશે ગોલ્ડન પીરિયડ
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિને પિતા-પુત્ર માનવામાં આવે છે. સાથે સૂર્ય દેવને માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી અને આત્મવિશ્વાસના કારક માનવામાં આવે છે તો શનિ દેવને ઉંમર, કર્મ, ન્યાય અને શ્રમના કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ માર્ચ 2025માં મીન રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે અને માર્ચમાં સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મીન રાશિમાં સૂર્ય અને શનિની યુતિ બનવા જઈ રહી છે. તેવામાં આ બંને ગ્રહોના સંયોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે સૂર્ય અને શનિ દેવનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવના ગોચર કરતા મકર રાશિના જાતકોને સાડાસાતીમાંથી મુક્તિ મળવાની છે. તેથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સમયમાં તમને પરિવારનો સહયોગ મળતો રહેશે. પિતા તરફથી ખાસ કરીને તમને લાભ મળશે. નોકરી-ધંધામાં પણ સફળતાનો યોગ બની રહ્યો છે. નોકરી કરનાર જાતકોને કરિયરમાં નવી તક મળી શકે છે. સાથે જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે, તેને સારો લાભ થઈ શકે છે.
સૂર્ય અને શનિ દેવની યુતિ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાતે તમે અલગ-અલગ સોર્સથી કમાણી કરવામાં સફળ રહેશો. આ સમયે તમને રોકાણથી લાભ થશે. જે લોકોનું કામ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલું છે, તેને સારો લાભ થવાનો છે. આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.
તમારા લોકો માટે શનિ અને સૂર્ય દેવનો સંયોગ લાભદાયક રહેશે. કારણ કે આ સંયોગ તમારી કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સાથે પૈતૃક સંપત્તિથી સંબંધિત વિવાદનું સમાધાન નિકળશે. જે લોકો ઘર કે ફ્લેટનું સપનું જોઈ રહ્યાં છે તેની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. લગ્ન જીવન આનંદદાયક રહેશે. જો તમારૂ કામકાજ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે જમીન-સંપત્તિ સાથે જોડાયેલું છે તો તમને સારો લાભ મળી શકે છે. આ દરમિયાન તમને માતા તરફથી પણ લાભ મળી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.